શેરબજાર : સેન્સેક્સ 222 અંક વધ્યો, નિફ્ટી 8992 પર બંધ; NTPC, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં વધારો

0
8

મુંબઈ. ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 222 અંક વધીને 30602 પર બંધ રહ્યો હતો.  જ્યારે નિફ્ટી 67 અંક વધીને 8992 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર NTPC, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાઈટન કંપની, લાર્સન અને એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને હીરો મોટોકોર્પ ઘટીને બંધ રહ્યાં હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) એ ફન્ડિંગ રોકી દીધું છે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને WHOઓની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવશે. અમેરિકા WHOને વાર્ષિક લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાની નાણાંકીય સહાય કરે છે.

વિશ્વભરના બજારોમા ઘટાડો રહ્યો

બુધવારે ભારતની સાથે વિશ્વના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાના બજાર ડાઉ જોન્સ 1.86 ટકાના ઘટાડા સાથે 445.41 અંક ઘટીને 23,504.30 પર બંધ. જ્યારે અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 1.44 ટકા ઘટાડા સાથે 122.56 અંક ઘટીને 8,393 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 2.20 ટકા ઘટાડા સાથે 62.70 અંક નીચે 2,783.36 પર બંધ થયા હતા. ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઈટલી, જાપાનના બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.07 ટકા વધારા સાથે 2.08 અંક વધી 2,813.26 પર બંધ થયો હતો.

કોરોનાથી દેશમાં મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12370 થઈ છે. તેમાંથી 10,440 લોકોનો રિપોર્ટ પોઝિટિવ છે. જ્યારે 1508 સંક્રમિત સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનાઓની સંખ્યા 422 થઈ ગઈ છે. આ આંકડો covid19india.org મુજબ છે.