શેરબજાર : સેન્સેક્સ 376 અંક વધ્યો, નિફ્ટી 9914 પર બંધ; એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

0
0

મુંબઈ. ભારતીય શેરબજારોમા આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 376 અંક વધીને 33605 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 100 અંક વધીને 9914 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી અને ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

સેન્સેક્સમાં સામેલ આ બેન્કોના શેર વધ્યા

બેન્ક વધારો(%)
ICICI બેન્ક 5.11%
ફેડરલ બેન્ક 3.76%
RBL બેન્ક 3.60%
ઈન્ડ્સઈન્ડ બેન્ક 3.41%
HDFC બેન્ક 3.13%
કોટક બેન્ક 2.40%
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2.15%
સિટી યૂનિયન બેન્ક 2.08%
એક્સિસ બેન્ક 1.80%

 

અમેરિકાના બજારોમાં વધારો રહ્યો

શુક્રવારે અમેરિકાના બજારોમાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.62 ટકાના વધારા સાથે 157.62 અંક વધી 25763.20 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું નેસ્ડેક 1.43 ટકા વધારા સાથે 137.22 અંક વધી 9726.02 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 0.83 ટકા વધારા સાથે 25.28 અંક વધી 3,066.59 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.98 ટકા વધારા સાથે 28.18 અંક વધી 2918.21 પર બંધ થયો હતો. બીજી તરફ જર્મની અને ફ્રાન્સના બજારોમાં ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here