શેરબજાર : સેન્સેક્સ 742 અંક વધ્યો, નિફ્ટી 9187 પર બંધ; રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

0
9

મુંબઈ. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 742 અંક વધીને 31379 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 205 અંક વધીને 9187 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જોકે ઓએનજીસી, લાર્સન, એચડીએફસી, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

વિશ્વભરના બજાર ઘટાડા સાથે બંધ

મંગળવારે અમેરિકા, ચીન સહિત વિશ્વભરના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 2.67 ટકા ઘટાડા સાથે 631.56 અંક ઘટી 23,018.90 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજુ બજાર નેસ્ડેક 3.48 ટકા ઘટાડા સાથે 297.50 અંક ઘટીને 8,263.23 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 3.07 ટકા ઘટાડા સાથે 86.60 અંક ઘટી 2,736.56 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.12 ટકા ઘટી 3.35 અંક નીચે 2,823.66 પર બંધ થયો હતો. ફ્રાન્સ, ઈટલી, જર્મની, કેનેડાના બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાથી દેશ અને વિશ્વમાં મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20820 થઈ ગઈ છે. તેમાંથી 15,460નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 3,975 સંક્રમિત સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 645 થઈ ચૂકી છે. આ આંકડો covid19india.org પ્રમાણે છે. બીજી તરફ વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 25,57,181 થઈ ચૂકી છે. તેમાંથી 1,77,641 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન 6,90,444 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 45,340 થઈ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here