શેરબજાર : સેન્સેક્સ 190 અંક વધ્યો, નિફ્ટીએ 9000ની સપાટી વટાવી; બજાજ ઓટો, હીરો મોટોકોર્પના શેર વધ્યા

0
0

મુંબઈ. ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 185 અંક વધી 31003 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 54 અંક વધી 9120 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેન્ક, એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 5.07 ટકા વધી 2687.65 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 2.52 ટકા વધી 2,074.50 પર કારોબાર કરી રહ્યો છે.જોકે એનટીપીસી, ઓએનજીસી, આઈટીસી, ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. એનટીપીસી 1.67 ટકા ઘટી 91.3 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 1.22 ટકા ઘટી 77.10 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here