શેરબજાર : સેન્સેક્સ 305 અંક વધ્યો, નિફ્ટીએ 12080ની સપાટી વટાવી; એનટીપીસી, નેસ્લેના શેર વધ્યા

0
11

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 305 અંક વધી 41199 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 90 અંક વધી 12082 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર હાલ એનટીપીસી, ઓએનજીસી, નેસ્લે, રિલાયન્સ અને એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એનટીપીસી 2.46 ટકા વધી 112.40 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 1.76 ટકા વધી 101.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાટા મોટર્સ, ઈન્ડસલઈન્ડ બેન્ક માં મંદી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ 2.78 ટકા ઘટી 157.10 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસલઈન્ડ બેન્ક 0.11 ટકા ઘટી 1,142.90 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here