શેરબજાર : સેન્સેક્સ 353 અંક વધ્યો, નિફ્ટી 11647 પર બંધ; એક્સિસ બેન્ક, સન ફાર્માના શેર વધ્યા

0
0
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, એસબીઆઈના શેર વધ્યા
  • પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

 

 

ભારતીય શેરબજારો આજે સપ્તાહના છેલ્લા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 353 અંક વધીને 39467 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 88 અંક વધીને 11647 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 8.43 ટકા વધીને 656.70 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 7.73 ટકા વધીને 509.60 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 1.24 ટકા ઘટીને 182.90 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.22 ટકા ઘટીને 934.85 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here