શેરબજાર : સેન્સેક્સ 600 અંક વધ્યો, નિફ્ટી 11662 પર બંધ : HDFC, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

0
5
  • HDFC, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
  • ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, લાર્સન, NTPC સહિતના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 600 અંક વધી 39602 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 159 અંક વધી 11662 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HDFC, ઈન્ડસઈન્ડ બેન્ક, M&M, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC 7.49 ટકા વધીને 1919.00 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 3.42 ટકા વધીને 627.75 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, નેસ્લે, સન ફાર્મા, લાર્સન, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 1.14 ટકા ઘટીને 377.80 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.00 ટકા ઘટીને 15879.10 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here