શેરબજાર : સેન્સેક્સ 85.81 પોઇન્ટ વધીને 43443 પર અને નિફ્ટી 29.15 પોઇન્ટ વધીને 12719.15ની સપાટીએ બંધ

0
11

આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં રોનક જોવા મળી અને તેજી સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 0.20 ટકાના વધારા સાથે 85.81 પોઇન્ટ વધીને 43443 પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.23 ટકા (29.15 પોઇન્ટ) વધીને 12719.15 ની સપાટીએ બંધ રહ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે આઈશર મોટર્સ, બજાજ ફિનસવર, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને ડિવીઝ લેબના શેર લીલા નિશાન પર બંધ થયા છે. ટાટા મોટર્સ, એચડીએફસી, એલએન્ડટી, એચડીએફસી બેંક અને યુપીએલના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા અને એફએમસીજી સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં પીએસયુ બેંક, ફાર્મા, આઈટી, બેંક, ખાનગી બેંક, ફાઇનાન્સ સર્વિસીસ, રીયલ્ટી, મેટલ અને ઓટોનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here