- Advertisement -
- કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, હીરો મોટોકોર્પના શેર વધ્યા
- ટાઈટન કંપની, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
મુંબઈ. ભારતીય શેરબજારમાં આજે વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 995 અંક વધીને 31605 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 285 અંક વધીને 9314 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. એક્સિસ બેન્ક 13.46 ટકા વધીને 387.35 પર બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 8.97 ટકા વધીને 318.80 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્માના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સન ફાર્મા 1.85 ટકા ઘટીને 8.50 પર બંધ રહ્યો હતો.