શેર બજાર : કોરોના વેક્સિનની પોઝિટિવ અસર : સેન્સેક્સ 48 હજારને પાર.

0
6

દેશને બે કોરોના વેક્સિનની મંજૂરી મળવાના કારણે સેન્સેક્સે આજે પહેલીવાર 48 હજારની સપાટી વટાવી છે. ઈન્ડેક્સ 238 પોઈન્ટ વધીને 48,107ની સપાટીએ અને નિફ્ટી 72 પોઈન્ટ વધીને 14,091ની સપાટીએ પહોંચી ગયા છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 190 લાખ કરોડને પાર થઈ ગઈ છે. ઈન્ડેક્સની તેજીને ICICI બેન્ક, SBI, બજાજ, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર લીડ કરી રહ્યા છે.

76 ટકા શેરોમાં તેજી

બજારમાં ચારેય બાજુ ખરીદીના કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 190 લાખ કરોડને પાર થઈ ગઈ છે. સોમવારે એક્સચેન્જમાં 2,330 કંપનીઓ વેપાર કરી રહી છે. જેમાં 76 ટકા શેરોમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે.

નિફ્ટી 14,100ને પાર

બીજી બાજુ નિફ્ટી પણ રેકોર્ડ સ્તર પર વેપાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ 82.65 અંકોની તેજી સાથે 14,101.15 પર વેપાર કરી રહ્યો છે. ટાટા મોટર્સના શેર 2.76 ટકા ઉપર 191 રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યા છે. તે સિવાય ટાટા સ્ટિલ અને હિન્દાલકોના શેર પણ 2-2 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. તેજીને મેટલ શેર લીડ કરી રહ્યા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 2.18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here