ગણેશ વિસર્જન :1 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે સવારે 1 અને બપોરે 3 શુભ મુહૂર્ત રહેશે, મૂળ સ્વરૂપમાં સમાહિત કરવા માટે જળ વિસર્જન કરવામાં આવે છે

0
15

ગણેશ ચોથના દસ દિવસ પછી એટલે અનંત ચૌદશના દિવસે શ્રી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન 1 સપ્ટેમ્બરના રોજ થશે. જોકે, પંચાંગ ભેદ હોવાના કારણે અમુક જગ્યાએ 31 ઓગસ્ટના રોજ આ પર્વ ઉજવવામાં આવશે. દેશમાં અમુક જગ્યાએ લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે 4, 5, 7, 10 કે 11માં દિવસે ગણેશ વિસર્જન કરે છે.

કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે વિસર્જન પહેલાં ઉત્તર પૂજાનું વિધાન છે. પૂજા બાદ વિશેષ નેવેદ્ય ધરાવીને બ્રાહ્મણ ભોજ પણ કરાવવામાં આવે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્સવો માટે કોઇ મૂર્તિમાં દેવી-દેવતાઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે તો તેમનું વિસર્જન કરવું પણ જરૂરી છે. એટલે ગણેશોત્સવ પછી વિસર્જનની પરંપરા છે.

પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે ગ્રંથોમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે મધ્યાહન કાળ શ્રેષ્ઠ જણાવવામાં આવે છે. પરંતુ, તે સંભવ ન હોય તો સુવિધા પ્રમાણે કોઇપણ શુભ મુહૂર્તમાં વિસર્જન કરી શકાય છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં ગણેશ વિસર્જન થઇ જવું જોઇએ.

વિસર્જનનું મહત્ત્વઃ ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છેપં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે, ભગવાન ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છે. એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્વોમાંથી એક છે. તેમાં મિશ્રિત થઇને પ્રાણ પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિ પંચ તત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિ વિસર્જનથી એવું માનવામાં આવે છે કે, જળમાં મિક્સ થઇને પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પરમાત્માનું એકાકાર થવાનું પ્રતીક પણ છે.

માટીની ગણેશ પ્રતિમાને ઘરમાં કોઇ સાફ વાસણમાં વિસર્જન કરવું જોઇએ. નદીઓમાં મૂર્તિ વિસર્જન કરવાથી બચવું જોઇએ. કેમ કે, બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે,

માટીના ગણેશ, ઘરમાં જ વિસર્જન

આપણે આપણાં તળાવ અને નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીએ. એટલે તમે ઘર અથવા સોસાયટીમાં કુંડ બનાવીને વિસર્જન કરો અને તે પવિત્ર માટીમાં એેક છોડ વાવી દો. જેથી તમને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમની યાદ પણ ઘરના ફળિયામાં મહેકતી રહેશે. આ છોડ મોટો થઇને પર્યાવરણમાં યોગદાન આપશે. સાથે જ, ઘરમાં નવી સમૃદ્ધ પરંપરાનું સંચાર થશે.

ઉત્તર પૂજા વિધિ અને મંત્ર

સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને માટીના ગણેશજીની પૂજા કરો. ચંદન, ચોખા, મોલી, અબીર, ગુલાલ, સિંદૂર, અત્તર, જનોઈ ચઢાવો. ત્યાર બાદ ગણેશજીને 21 દૂર્વા ચઢાવો. 21 લાડવાનો ભોગ ધરાવો. પછી કપૂરથી ભગવાન શ્રીગણેશની આરતી કરો. ત્યાર બાદ પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચી દો.

આ વાતોનું ધ્યાન રાખોઃ-વિસર્જન પહેલાં ઉત્તર પૂજા કરવામાં આવે છે અને ગણેશજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. જે ભગવાન ઘણેશ સાથે જ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here