19 સપ્ટેમ્બરનું રાશિફળ : વૃષભ રાશિના લોકો માટે સ્થિતિ અનુકૂળ રહેશે, મિથુન રાશિના જાતકો પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરી શકશે

0
0

મેષ

પોઝિટિવઃ આજે આર્થિક લાભ પ્રાપ્ત કરવાના રસ્તા પર આગળ વધશો તેની સાથે જ ભવિષ્ય પણ સુરક્ષિત કરવાની તક મળશે. આર્થિક મામલાઓ સુરક્ષિત લાગશે. તમે ભાગીદારીની સાથે જ કોઈપણ કામ કરી શકો છો જેનાથી તમને સારો લાભ મળે.

નેગેટિવ: ઘરમાં બીનજરૂરી કોઈપણ પ્રકારનો વિવાદ પેદા થવાની આશંકા છે. એટલે આ સમયે ઘર-પરિવારમાં બધાની સાથે આપસી તાલમેળ રાખો.

લવ- પ્રેમને લગતા મામલાઓ માટે સમય મિશ્રફળદાયી રહેશે. જો કે તમારા પ્રેમ સંબંધોમાં પ્રેમ ભરપૂર રહેશે. કોઈ નાની વાત મોટું રૂપ લઈ શકે છે.

વ્યવસાય- આર્થિક લાભની સારી તકો મળશે. જો કોઈ કામકાજને લઈને તમે ગંભીર હોવ તો આજે સફળતા મળી શકે. સાહસ અને ઉત્સાહની સાથે કરેલાં કામનો સારો લાભ મળી શકે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ સમસ્યા સતાવતી હોય તો અચાનક જ ગાયબ થઈ જશે.

વૃષભ

પોઝિટિવઃ આ સમયે પરિવારને લઈને સ્થિતિ મોટાભાગે અનુકૂળ રહેશે. સંતાનને દરેક પ્રકારે મદદ કરવા પ્રયાસ કરો. જેનાથી આગળની સ્થિતિઓ અનુકૂળ રહી શકે. આ સમયે ભાઈ તથા પોતાના હિતેચ્છુઓની મદદ મળશે.

નેગેટિવઃ હાલમાં કામને લઈને વધુ તણાવ રહી શકે છે. ભાગદોડીની પરિસ્થિતિઓ વધુ રહેશે. આ સમયે કોઈપણ મહત્વપૂર્ણ કે માંગલિક કામ ટાળવા જોઈએ.

લવઃ શક્ય હોય ત્યાં સુધી પ્રેમીને પ્રસન્ન રાખવા પ્રયાસ કરો અને કોઈ બીજી ગલતફેમી પેદા ન થવા દો. તમારી વચ્ચે ત્રીજી વ્યક્તિનો હસ્તક્ષેપ ન થવા દો.

વ્યવસાયઃતમારું ભાગ્ય સારું રહેશે. નોકરી કરતાં હોવ તો પ્રમોશનની દ્રષ્ટિએ પરિસ્થિતિ અનુકૂળ રહેશે. યાત્રા સફળ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ ગણેશજીની કૃપાથી આરોગ્ય સુધારો થતો જણાશે. જે જાતકોને લાંબા સમયથી પીઠદર્દ હતું તેમાં ઘણી રાહત જણાશે.

મિથુન

પોઝિટિવઃ તમે તમારા વિચારોને અમલમાં મૂકશો. તમારામાં સમય અને પરિસ્થિતિને જોતા કાર્ય કરવાની પ્રણાલી છે. એટલા અ સમય દરમિયાન સારો લાભ
પ્રાપ્ત થવાની સંભાવના છે. ધન અને સ્થાવર મિલકતનો યોગ બની રહ્યો છે.

નેગેટિવઃ આ સમય તમારા સગા-સંબંધીઓ સાથે સારો સંબંધ રહેશે. પરંતુ સાસરી પક્ષ તરફથી સંબંધ ખરાબ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન
ભાગદોડ અને તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી શકે છે.

લવઃ વિવાહિત લોકો માટે સમય સારો છે. પ્રિયજનો એકબીજા સાથે સમય પસાર કરી શકશે અને લગ્ન પ્રસંગમાં જવા માટે અમંત્રણ મળી શકે છે.

વ્યવસાયઃ કામકાજ સંબંધિત લાભ પ્રાપ્ત થવાની તક પ્રાપ્ત થઈ શકે છે. જો વ્યવસાય કરો છો તો વ્યવસાયિત દ્રષ્ટિથી તમારી પ્રગતિ થઈ શકે છે. પોતાના પર
વિશ્વાસ રાખવો કોઈ પણ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કરવો.

સ્વાસ્થ્યઃ ખાવા-પીવા પર ધ્યાન નહીં આપો તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે બાદમાં પસ્તાવાનો વારો આવી શકે પરંતુ તમારા હાથમાં કઈ નથી.

કર્ક

પોઝિટિવઃ ભાગ્ય તમને સાથે આપશે. એટલા માટે તમારે બહાર ફરવા જવાનો યોગ બની રહ્યો છે. જો તમે વિદેશ યાત્રાનું વિચારી રહ્યા હોય તો તમને સફળતા પ્રાપ્ત થશે. આ સમયે ખાસ કરીને વિદ્યાર્થી હોય તે લોકો માટે શિક્ષા પ્રાપ્ત કરવાની સારી તક મળી શકે છે.

નેગેટિવઃ ખરાબ પરિસ્થિતિમાં પણ તમે તમારી જાતને સંભાળી શકો છો તથા ઘર પરિવારને ભેગા રાખીને આગળ વધવું તમારા માટે વધારે યોગ્ય છે. તેનાથી તમારા સ્થિતિ સારી બનશે અને સાથે સાથે ઘર પરિવારના લોકોને સારો સમય આપી શકશો.

લવઃ પ્રેમ સંબંધિત બાબતો માટે સમય અનુકૂળ જોવા મળી રહ્યો છે. કોઈ કારણસર જીવનસાથીને થોડા સમય માટે દૂર જવું પડી શકે છે.

વ્યવસાયઃ તમે જે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તે ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. એવું પણ થઈ શકે છે કે કામને લઈને તણાવપૂર્ણ સ્થિતિ રહે.

સ્વાસ્થ્યઃ સંતાનના સ્વાસ્થ્યને લઈને તમને ચિંતા થઈ શકે છે. જેને કારણે ઘર પરિવારમાં સમસ્યા વધી શકે છે. પરંતુ ધીરજથી કાર્ય કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.

સિંહ

પોઝિટિવઃ તમે સામાજિક સન્માન મેળવવા સાથે એક સામાજિક કાર્યકર છો. તમે બેલેન્સને જાળવીને આગળ વધવાનો પ્રયાસ કરશો અને આ સમય તમારા આ ગુણથી સામાજિક લાભ પણ પ્રાપ્ત થવાની સંભાવના સારી દેખાઈ રહી છે.

નેગેટિવઃ માતા-પિતા સાથે સંબંધો સુધરશે તેવી આશા છે. પરંતુ એવામાં ઘર પરિવારની સાથે મળીને રહેવાથી તથા ઘર પરિવારના સભ્યોના સહયોગથી એક બીજાનું ધ્યાન રાખવું તમારે માટે યોગ્ય રહેશે. પરિવારનું સંતુલન ખરાબ ન થાય તેવો પ્રયાસ કરવો જોઈએ જેથી તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ પ્રિયજન કોમ્યુનિકેશન બંધ ના કરવું અને એક બીજા સાથે વાતચીત ચાલું રાખવી જેથી સંબંધમાં કડવાશ ન આવે. વિવાહિત લોકોના જીવનમાં સમસ્યા આવી શકે છે અને તેનું સમાધાન પણ જાતે જ કરવું પડશે.

વ્યવસાયઃ પોતાની જાત પર વિશ્વાસ રાખીને કોઈ પણ કાર્ય કરવાનો પ્રયત્ન કરવો. મહેનતથી દૂર ન ભાગનું અને શક્ય એટલી મહેનત કરવી. કામકાજને લઈને સક્રિય રહેવાનો પ્રયાસ કરવો.

સ્વાસ્થ્યઃ માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા ઊભી થઈ શકે છે, જેના કારણે આર્થિક સમસ્યા રહેશે.

કન્યા

પોઝિટિવઃ  આ સમય પારિવારિક પ્રગતિ માટે સારો છે અને કઈ પણ પ્રકારની પ્રગતિ થઈ શકે છે. તમે જેવા સંબંધ રાખશો એવું લોકો તમારી સાથે વ્યવહાર કરશે. આ સમયમાં કેટલાક શુભ કાર્ય પૂરા થઈ શકે છે.

નેગેટિવઃ આ સમય તમારા માટે તણાવપૂર્ણ રહી શકે છે. એટલા માટે આ સમયમાં કોઈ પણ પ્રકારના કાર્ય કરવાથી તમારે તણાવપૂર્ણ સ્થિતિમાં નાખી શકે છે.એટલા માટે શુભ અથવા મંગળ કાર્ય કરતાં પહેલાં દૂર રહેવું તમારા માટે સારું થઈ શકે છે.

લવઃ જો તમારા જીવનસાથી કામ કરે છે તો આ સમય દરમિયાન તેમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. પ્રેમ સંબંધિત બાબત માટે સમય અનુકૂળ રહેશે.

વ્યવસાયઃ આ સમય દરમિયાન કાર્ય સંબંધિત પ્રવૃત્તિઓ સારી રહેશે. પોતાના પર વિશ્વાસ રાખીને કાર્ય કરવાનો પ્રયાસ કરવો જેથી સફળતા પ્રાપ્ત થાય.

સ્વાસ્થ્યઃ આંખોનું ખાસ ધ્યાન રાખવું. આ સમય તમારી આંખોને લઈને સમસ્યા થઈ શકે છે.

તુલા

પોઝિટિવઃ ઘર પરિવારમાં  વાતાવરણ સારું રાખવાનો પ્રયાસ કરવો. સંતાન તરફથી પ્રેમ મળશે એટલા માટે આ સમય સંતાન પક્ષને લઈને પોતાની જાતને એક્ટિવ રાખવી જેથી આગળ જતા સંતાનનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

નેગેટિવઃ ઘર પરિવારના લોકો સાથે સંબંધ તણાવપૂર્ણ હોઈ શકે છે જેથી ઘરમાં ઝઘડા થશે. તે પછી ધન સંબંધિત હોય કે પ્રોપર્ટી વગેરે સંબંધિત પારિવારિક સમસ્યા વિવાદ થઈ શકે છે.

લવઃ તમારા પ્રેમ સંબંધો મજબૂત રહેશે અને જે લોકો પોતાના પ્રિયતમને પોતાનો જીવનસાથી બનાવવા માગે છે તે તેમને સફળતા મળશે.

વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની સાથે સાથે બહાર ફરવાનુ જવાનું થઈ શકે છે અને સફળતા પ્રાપ્ત થઈ શકે છે આર્થિક લાભની તક પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ હૃદયના દર્દીઓ માટે આજનો દિવસ ખરાબ સાબિત થઈ શકે છે. જો તમે તણાવને તમારા પર હાવી નહીં થવા દો તો તમે સ્થિતિમાથી બહાર નીકળી શકો છો.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ આ સમય પારિવારિક સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે. ઘર પરિવાર પ્રત્યે વિશ્વાસ રાખવો અને બધાના સહયોગથી કોઈ પણ કાર્ય કરવાનો પ્રયાસ કરવો જેથી સફળતા મળે. દરેક ક્ષેત્રમાં તમારા કાર્યના વખાણ થશે.

નેગેટિવઃ આ સમય પરસ્પર એક બીજાનું ધ્યાન રાખવું. તમારા નકારાત્મક વલણને લીધે તમારી પ્રગતિ અટકી રહી છે.

લવઃ સામાન્ય દિવસોની જેમ તમે એકબીજાને મળીને પોતાના મનની વાત કરી શકો છો. આ સમય તમારા માટે સારો રહેશે. તો બીજી તરફ વિવાહિત લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ ધન પ્રાપ્તિની તક પ્રાપ્ત થઈ શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો વ્યવસાયિક દ્રષ્ટિ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સારો ઓર્ડર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ તાવ અને મોસમી બીમારી થવાની શક્યતા છે.

ધન

પોઝિટિવઃ તમને સફળતા પ્રાપ્ત થશે તેની સંભાવના છે. બહાર ફરવાની તક મળી શકે છે અને વિવાહિત જીવનમાં સારી સ્થિતિ રહેશે. કામકાજ સંબંધિત મુસાફરીની તક છે અને તેમાં તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ તમારા ઘર-પરિવારના લોકોનો વિરોધનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખતા કોઈ પણ કાર્ય કરવું. પૈસાની લેવડ-દેવડનું કામ કરી શકો છો.

લવઃ એક બીજા પ્રત્યે ગેરસમજ ઉભી થઈ શકે છે. સારું એ રહેશે કે કોઈ પણ વિવાદને આગળ વધારતા પહેલાં સંભાળી લેવું. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થશે.

વ્યવસાયઃ જો તમે નોકરી કરતા હોય અને કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા હોય તો તમને તેમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ ખાવામાં ધ્યાન રાખનું નહીં તો પેટની બીમારી થઈ શકે છે.

 

મકર

પોઝિટિવઃ શિક્ષણ ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. જો તમે વિદ્યાર્થી હોવ અને શિક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો તમને લાભ થશે.

નેગેટિવઃ નજીકની કોઈ વ્યક્તિ સાથે અવથા સંબંધીઓ સાથે ધનનું આદાન-પ્રદાન કરવાથી દૂર રહેવું. નહીં તો આગળ જતા તમારા માટે સમસ્યા પેદા થઈ શકે છે. આ મહિનામાં કોઈ પણ રોકાણ કરતા પહેલાં કોઈની સલાહ લેવી.

લવઃ આ સમય પ્રેમ સંબંધની બાબતમાં તમે આગળ વધશો. વિદેશ ફરવાની તક મળશે તથા વિવાહિત જીવન સારું રહેશે.

વ્યવસાયઃ સામાજિક સાથે સાથે-રાજકીય ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર મિત્રના સહયોગથી પ્રમોશન મળી શકે છે. સ્થાવર મિલકતમાંથી લાભ પ્રાપ્ત થવા આશા છે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય સારું રહેશે. જો કોઈ બીમારી હશે તો તેમાંથી છૂટકારો મળશે.

 

કુંભ

પોઝિટિવઃ તમે એક સમજદાર વ્યક્તિની જેમ કાર્ય કરશો. સાહસ અને પરાક્રમની સાથે સાથે તમે પોતાના મનને એકાગ્રત કરીને કોઈ પણ કાર્યને આગળ વધારી શકો છો. હંમેશાં નેતૃત્વની ઈચ્છાની સાથે સાથે સારો હોદ્દો પ્રાપ્ત થાય તેવી ઈચ્છા રહેશે.

નેગેટિવઃ આ સમયે વિવાહિત જીવનને લઈને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે. જેથી કાર્યક્ષેત્ર પર ખરાબ અસર પડી શકે છે. પોતાની સ્થિતિ અને પરિસ્થિતિને જોતા જીવનસાથી સાથે વાત શેર કરવાનો પ્રયાસ કરવો.

લવઃ વિવાહિત જાતકો માટે આ સમય થોડો ખરાબ રહેશે આ દરમિયાન જીવનસાથીને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.

વ્યવસાયઃ તમારા સગા સંબંધીઓ સાથે સંબંધો સામાન્ય રહેશે. અંતમાં બધું સારું થઈ જશે અને કોઈ પણ કાર્ય એકસાથે મળીને કરવાથી સફળતા પ્રાપ્ત થશે.બધાની સાથે સામાન્ય વ્યવહાર રાખવો.

સ્વાસ્થ્યઃ આ સમયે સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા જણાશે. શરદી તાવ જેની વાયરલ બીમારી થઈ શકે છે.

 

મીન

પોઝિટિવઃ જો તમારા ઘર પરિવારની સાથે સાથે પોતાના માતા-પિતાનું ધ્યાન રાખતા હશો તો તમને સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. ઘર પરિવારમાં પરસ્પર સ્થિતિ સારી બને તેવા પ્રયાસ કરવાથી ભાગ્ય તમને સાથ આપશે.

નેગેટિવઃ તમારા જીવનસાથી સાથે સંબંધો ખરાબ થઈ શકે છે તથા સહયોગ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે. એટલા માટે આ સમય પ્રયત્ન કરવો કે એક બીજા સાથે સંબંધો સારા રહે. બિન જરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જેથી સ્થિતિ વધારે ખરાબ ન થાય.

લવઃ પ્રેમ સંબંધિત મામલા માટે સમય અનુકૂળ નથી એટલા માટે આ દરમિયાન પ્રિયજનને મળવાથી અને વાતચીત કરવામાં સંયમ રાખવો. કેમ કે ગ્રહો તમને બંને અલગ કરી શકે છે.

વ્યવસાયઃ આર્થિક લાભ પ્રાપ્ત થવાનો હેતું પૂરો થઈ શકે છે. તમારો પહેલાથી કોઈ આર્થિક લાભ પ્રાપ્તિનો પ્લાન કર્યો હોય તો આ સમય તમને સફળતા અપાવશે.

સ્વાસ્થ્યઃ આ સમય માનસિક તણાવ અને અનિર્ણયની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને કમજોરી અનુભવી શકો છો. પાચન તંત્ર તથા પાણી સંબંધિત બીમારીનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here