2 સપ્ટેમ્બરનું રાશિફળ : મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન થઈ શકે છે, કુંભ રાશિના જાતકોને શેર માર્કેટમાંથી પૈસા મળવાની સંભાવના છે

0
0

મેષ

પોઝિટિવઃ કામમાં ઝડપથી સફળતા નહીં મળે. પરંતુ સ્થિતિ પછીથી સુધરશે. ગૃહસ્થ જીવનમાં પણ આનંદપૂર્ણ વાતાવરણ રહેશે. ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. પ્રમોશન થવાની સંભાવના છે. આર્થિક યોજના મુજબ આર્થિક લાભ પણ મળશે.

નેગેટિવઃ ગણેશજી કોઈ પણ પ્રકારના સંકટમાં ન પડવાની સલાહ આપે છે. વર્ક પ્લેસ પર આજે તમે ઉચ્ચ અધિકારીઓના સારા વર્તન સાથે પોતાનું કાર્ય સંપૂર્ણ કરશો. તેમની સાથે ઉગ્ર ચર્ચામાં ઊતરવું નહીં. આજે ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય એવો અનુભવ થઈ શકે છે.

લવઃ પ્રિયજન સાથે કોઈ વાતને લઇને ઝઘડો થઈ શકે છે. પ્રેમમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. આ સમયે કોઈ ગેરસમજ તમારા સંબંધોમાં અણબનાવ લાવી શકે છે.

વ્યવસાયઃ નોકરી કરતા લોકોને સખત મહેનતના બદલામાં પ્રોત્સાહન અથવા અન્ય લાભ મળે તેવી સંભાવના છે. પિતૃ સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. તમે આ સમયે નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો.

સ્વાસ્થ્યઃ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે ઉત્સાહ અને શક્તિથી ભરપુર રહેશો. તમારાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે નિયમિત યોગ અને કસરત કરો.


……………………………

વૃષભ

પોઝિટિવઃ તમે તમારા પરિવારના સભ્યોની ખુશીનું કારણ બનશો અને તમારા પરિવારની જવાબદારીઓને સારી રીતે સમજી શકશો. આજનો મોટાભાગનો સમય તમને પારિવારિક સુખ આપશે. ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ જોવા મળશે.

નેગેટિવઃ તમારી વધુ ભાવના તમને અસ્વસ્થ બનાવી શકે છે એવું ગણેશજી કહે છે. તેનાથી શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પણ થઈ શકે છે. આજે નવાં કામની શરૂઆત ન કરો. આ ઉપરાંત, વાણી અને વર્તન પર સંયમ રાખવો.

લવઃ જો તમે કોઈ નવા સંબંધમાં જોડાયા હો તો કામુક વિચારોથી દૂર રહો અને સાથી પર કોઈ પ્રકારનું દબાણ બનાવવાનો પ્રયત્ન ન કરો. આ સમયે તમારે મર્યાદામાં રહેવું પડશે.

વ્યવસાયઃ ધન-લાભ વગેરે જેવી આર્થિક બાબતો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આવકના વિવિધ સ્રોતો ઊભા થશે અને તમે સારા એવા પૈસા કમાવવામાં સફળ રહેશો.

સ્વાસ્થ્યઃ સારાં સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લો. મન સ્થિર રાખવા તમે ધ્યાન પણ લગાવી શકો છો. આ વર્ષે તમને પેટ સંબંધિત કોઈ પીડા થઈ શકે છે.
……………………………………

મિથુન

પોઝિટિવઃ ગણેશજીનું કહેવું છે કે આજે આનંદ-પ્રમોદમાં પોતાની જાતને ભૂલાવી દેવાનો દિવસ છે. મનોરંજનની પ્રવૃત્તિમાં તમે ખોવાયેલા રહેશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. સારો ખોરાક અને સારા પોશાકો મળશે.

નેગેટિવઃ ભોજનમાં ધ્યાન રાખવું. વ્યાપારી ક્ષેત્રમાં વિઘ્ન આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ઝઘડો કરવાનું ટાળો. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે સ્પર્ધકો સાથે કોઈ ઉગ્ર ચર્ચા ન થાય.

લવઃ પ્રેમમાં અહમ લાવવાથી વાત વધારે ખરાબ થઈ શકે છે. પ્રેમમાં પડકારો આવશે પરંતુ તમે તમારા પ્રેમને લઇને દૃઢ રહેશો. બીજી બાજુ, જે લોકો પ્રેમની શોધમાં છે તેમને સાચો પ્રેમ મળી શકે છે.

વ્યવસાયઃ આ સમયે તમારું નાણાકીય જીવન મજબૂત રહેશે. જો કે, આ સમય દરમિયાન તમારા વ્યવસાય સંબંધિત કેટલીક બાબતો પર તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, તેથી સંયમથી કામ કરો અને તમામ મતભેદો દૂર કરો.

સ્વાસ્થ્યઃ પોતાને ફીટ રાખવા માટે તમે યોગાસન, જિમિંગ, રનિંગ વગેરે કરી શકો છો. તમારી દિનચર્યા સ્વસ્થ બનાવો. સવારે વહેલા ઉઠો અને રાત્રે સમયસર સૂઈ જાઓ.
…………………………………

કર્ક

પોઝિટિવઃ ધંધાના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે એવું ગણેશજીનું કહેવું છે. ભગવાનની ભક્તિ અને ધ્યાનથી મનને શાંતિ મળશે. પારિવારિક વાતાવરણ પણ અનુકૂળ રહેશે. સ્પર્ધકો પણ વધારે નફો મેળવી શકશે નહીં.

નેગેટિવઃ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ શકે છે. તેથી તમે ધીરજ રાખશો. તમે વધુ ભાવનાશીલ બનશો. આનાથી મનની વ્યથા પણ વધી શકે છે. ખર્ચમાં વધારો થશે. અનૈતિક અને પ્રતિબંધિત કાર્યોથી દૂર રહેજો.

લવઃ ઓફિસ અથવા કોલેજમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. પ્રેમમાં સાથીને થોડો સમય આપો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. જીવનસાથી તમારી પાસેથી શું ઇચ્છે છે તે સમજો.

વ્યવસાયઃ જો તમે ભાગીદારીમાં ધંધો કરી રહ્યા છો અથવા કોઈ વિદેશી સંસ્થા સાથે વ્યવસાય કરી રહ્યા છો, તો આ સમયે તમને તમારા બિઝનેસ પાર્ટનરની સહાયથી સારો આર્થિક લાભ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ આ સમયે સ્વાસ્થ્ય જીવન થોડું સુસ્ત રહી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે એમ કરશો તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય.


……………………………………
સિંહ
પોઝિટિવઃ
 તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. બૌદ્ધિક ચર્ચામાં તમારા તાર્કિક વિચારો પ્રદાન કરવા માટે સમય અનુકૂળ છે. સામાજિક રૂપે સમ્માન પ્રાપ્ત થશે. ભાગીદારો તરફથી પણ લાભ થશે.

નેગેટિવઃ કોઈ વસ્તુ ખરીદતા પહેલાં એ વસ્તુઓનો ઉપયોગ કરો જે અગાઉથી તમારી પાસે છે. પોતાના પર ભરોસો રાખવો તથા તમારા કોઈપણ કાર્યો જવાબદારીપૂર્વક કરવા તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

લવઃ આ સમયે તમારી સામે એવી ઘણી તકો આવશે, જેમાં તમારા સાચા પ્રેમની ઓળખી કરી શકશો. જો કે, એવું કોઈ કાર્ય ન કરો જેનાથી પ્રેમ સંબંધમાં તિરાડ પડે.

વ્યવસાયઃ તમે હોંશિયારીથી આર્થિક નિર્ણયો લેશો અને તમને આ નિર્ણયોથી લાભ થશે. જો તમે ઉદ્યોગપતિ છો તો તમે આ વર્ષે મૂડી રોકાણ કરીને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માગશો.

સ્વાસ્થ્યઃ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. પેટનો દુખાવો ટાળવા માટે વાસી ખોરાક ન ખાઓ અને ફાસ્ટ ફૂડ, તળેલે ખોરાક ટાળો. જો તમને તમારું સ્વાસ્થ્ય હગડેલું લાગે તો તરત જ ડોક્ટર પાસે જઈ સારવાર કરાવો.
…………………………

કન્યા

પોઝિટિવઃ પ્રેમ માટે આ દિવસ અનુકૂળ છે. ક્રોધ પર નિયંત્રણ રાખો. પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. તમે માનસિક રીતે ખુશ અને પ્રસન્નતાનો અનુભવ કરશો. ધંધામાં લાભ થવાની સંભાવના છે.

નેગેટિવઃ ક્રોધ પર નિયંત્રણ રાખો. સફળતાના ન મળવાથી નિરાશા રહેશે. બાળકો અંગે ચિંતા સતાવશે. પ્રવાસને મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ સારો નથી.

લવઃ તમારી લવ લાઈફને સારી રીતે એન્જોય કરશો. તમારું પ્રેમ જીવન રોમાંચક રહેશે. જો તમે લવ પાર્ટનરવે લાઇફ પાર્ટનર બનાવવા માગતા હો તો આ સમયે તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

વ્યવસાયઃ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી, મીડિયા અને અને મેનેજમેન્ટ કાર્યો સાથે સંકળાયેલા લોકો માટે આ વર્ષ બહુ ભાગ્યશાળી રહેવાનું છે. પરંતુ સારાં પરિણામ માટે તમારે સખત મહેનત કરવી પડશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમારા માટે મોંઘી પડી શકે છે. મનમાં કોઈ પ્રકારની અસ્વસ્થતા હોઈ શકે છે અથવા તમને કોઈ અજાણ્યો ડર પણ લાગી શકે છે.
………………………………

તુલા

પોઝિટિવઃ આર્થિક લાભનો હેતુ પૂરો થઈ શકે છે. જો તમે અગાઉથી કોઈ કાર્ય કરવાની યોજના સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હો તો તમને આ સમયે સફળતા મળી શકે છે.

નેગેટિવઃ ગણેશજી કહે છે કે આજે શારીરિક ઊર્જા તથા માનસિક ઉમંગ અને ચેતનાનો અભાવ રહેશે. સામાજિક અપમાન ન થાય તેની કાળજી લેવી. પૈસાની ખોટ થવાની સંભાવના છે.

લવઃ આ સમયે તમારા સંબંધો મજબૂત રહેશે. લવ લાઇફમાં પ્રેમ વધશે. આ ઉપરાંત, તમે બંને એકબીજા વિના તમારી જાતને અપૂર્ણ અનુભવી શકશો.

વ્યવસાયઃ તમારા માટે આ સમય ખાસ રહેશે. આ વર્ષે નોકરીમાં પ્રમોશન અથવા પરિવર્તન બંને શક્ય છે. જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા હોતો તમને આ સમયે ખૂબ જ સારી ઓફર મળવાની છે.

સ્વાસ્થ્યઃ તમારી વ્યક્તિગત સમસ્યાઓને લઇને તમને માનસિક તાણ આવી શકે છે. માનસિક તાણથી રાહત મેળવવા મનોરંજનની સહાય લો. જો તમે ફરવાના શોખીન હો તો કોઈ હિલ સ્ટેશને ફરી આવો.
………………………………….

વૃશ્ચિક

પોઝિટિવઃ સહકાર્યકરોનો સહયોગ મળ્યા બાદ આનંદ બમણો થઈ જશે. સ્પર્ધકોને હરાવવા પડશે. પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત આનંદપ્રદ રહેશે. ભાગ્ય સારું રહેશે. સામાજિક રૂપે માન-સમ્માન મળશે.

નેગેટિવઃ પરંતુ પછી તમારા મનમાં ઉદાસી છવાઈ જશે. તમે શારીરિક રૂપે પણ અસ્વસ્થતા અનુભશો. પારિવારિક વાતાવરણ અશાંતિપૂર્ણ રહેશે. સ્થાવર સંપત્તિ સંબંધિત વિષયમાં સાવચેત રહો. માતાની તબિયત પણ બગડી શકે છે.

લવઃ પ્રિયજન સાથે સંવાદ વધશે. તમે બંને એકબીજાની કંપનીનો ખૂબ આનંદ માણશો. સાથે પાર્ટીમાં જવાનું થશે. તમારી લવ લાઈફ માટે આ સમય સારો રહેશે.

વ્યવસાયઃ આ સમયે તમારા વ્યવસાય સંબંધિત કેટલીક બાબતો પર તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, તેથી સંયમથી કામ કરો અને તમામ મતભેદો દૂર કરો.

સ્વાસ્થ્યઃ જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેમને પેટ અથવા માથાનો દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તેથી તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
…………………………………

ધન

પોઝિટિવઃ તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે અને તમારા કાર્યક્ષેત્રમાં તમને સારો નફો મળી શકે છે. કોઈપણ પ્રકારના આર્થિક લાભ મેળવવાની તકને નકારવી નહીં કારણ કે, તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ નિર્ધારિત કામ ન થવાના કારણે હતાશાનો અનુભવ થશે. ગણેશજીની સલાહ છે કે કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય અથવા તેના વિષયમાં નિર્ણય ન લેવો. પારિવારિક વાતાવરણમાં ઝઘડો થવાની માત્રા વધુ રહેશે.

લવઃ પ્રેમ સંબંધને લઇને ઘણો ઉત્સાહ રહેશે. પ્રેમી/પ્રેમિકા મળવાથી પ્રેમમાં ગહનતા વધશે. એકબીજા પ્રત્યે વિશ્વાસની લાગણી જાગૃત થશે અને તમામ પ્રકારના ક્ષેત્રોમાં એકબીજાનો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ જો તમે પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યા હો અથવા કોઈ વિદેશી સંસ્થા સાથે મળીને દંધો કરી રહ્યા હો તો આ સમયે તમને તમારા બિઝનેસ પાર્ટનરના સહયોગથી સારો એવો આર્થિક લાભ મળે તેવી સંભાવના છે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા થઈ શકે છે. કોઈપણ પ્રકારનો લાંબો સાંધાનો દુખાવો અથવા ઈજાની ઝપેટમાં આવવાની સંભાવના છે. જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.
…………………………………

મકર

પોઝિટિવઃ તમે પરિવાર અને ભાઈ-બહેનો સાથે ખુશીથી સમય પસાર કરી શકશો. સ્પર્ધકોને હરાવવા માટે સક્ષમ રહેશો. આજે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો. જીવનમાં આધ્યાત્મિકતાના સ્પર્શનો અનુભવ થશે.

નેગેટિવઃ તમારી હસી-મજાક કરવાની રીત અને સૌકોઇને ખુશ રાખવાની ટેવ અન્યને તમારી આ ક્ષમતા વિકસાવવા પ્રેરણા આપી શકે છે. તમારી પાસેથી તેમને એવો પાઠ શીખવા મળશે કે જીવનની ખુશી બાહ્ય વસ્તુઓમાં નથી, પણ પોતાની અંદર છે.

લવઃ જો તમે કોઈને પ્રેમ કરો છો કે તમે કોઈ પ્રકારના સંબંધમાં છો, તો તમને પ્રેમ વ્યક્ત કરવાની તક મળી શકે છે અને આ સમયે તમારા પ્રેમ સંબંધ પ્રત્યે સારી લાગણી રાખી શકો છો.

વ્યવસાયઃ આ સમયે તમારું નાણાકીય જીવન મજબૂત રહેશે. તમે હોંશિયારીથી આર્થિક નિર્ણયો લેશો અને આ નિર્ણયોથી તમને ફાયદો થશે. જો તમે ઉદ્યોગપતિ છો તો તમે આ સમયે મૂડી રોકાણ કરીને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માગશો.

સ્વાસ્થ્યઃ આ સમયે પોતાને ફીટ રાખવા માટે યોગ અને કસરત કરો અને જો કોઈ પ્રકારની શારીરિક સમસ્યા હોય તો તરત જ તબીબી સલાહ લો.
…………………………………….

કુંભ

પોઝિટિવઃ આ દિવસ તમારા માટે શુભ છે, એવું ગણેશજી કહે છે. આજે કાર્યસિદ્ધિ અને લક્ષ્મી બંનેની પ્રાપ્તિ થશે. તમે શારીરિક અને માનસિક રીતે ઉત્સાહી અને ખુશ રહેશો. તેથી, દરેક કાર્ય કરવામાં તમને ખુશી મળશે.

નેગેટિવઃ તમે કેટલીક દુવિધામાં રહેશો. ઘરે અને વર્કપ્લેસ પર વર્કલોડ રહેશે. વધારે ખર્ચ અથવા વ્યર્થ ખર્ચ થઈ શકે છે. ધ્યાન રાખો કે વાણી અને વર્તનના કારણે કોઈ મૂંઝવણ ઊભી ન થાય.

લવઃ જો તમે ક્યાંક ફરવાનું વિચારી રહ્યા હો તો તમને તેમાં સફળતા મળી શકે છે. તમારે આ સમયે કોઈ સારી ભેટ સાથે તમારાં મનની વાત કરવીવે પિલીન કરવો જોઇએ, જેથી, તમારું આયોજન સફળ થઈ શકે.

વ્યવસાયઃ રોકાણ અથવા શેર માર્કેટમાંથી તમને પૈસા મેળવવાની સંભાવના જોવા મળી રહી છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, તેથી પૈસા બચાવવા પર ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને થોડી શારીરિક પીડા જેમ કે, આંખ સંબંધિત વિકાર, અનિદ્રાની સમસ્યા, સાંધાનો દુખાવો અને પેટ સંબંધિત રોગો વગેરે થઈ શકે છે.
…………………………………..

મીન

પોઝિટિવઃ ક્યાંક મુસાફરી થવાની સંભાવના છે. આ તમને તાજગીનો અનુભવ કરાવશે. તમે આનંદ અને પ્રસન્નતાનો અનુભવ કરશો. પારિવારિક વાતાવરણ આનંદપ્રદ અને શાંત રહેશે. તમને કોઈ શુભ પ્રસંગમાં જવાનો અવસર મળશે. પરિણિત જીવનમાં આનંદ છવાયેલો રહેશે.

નેગેટિવઃ આર્થિક નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સલાહ અવશ્ય લો અને પછી કોઈ પગલું ભરો. ઘરની સંપત્તિમાં વધારો થશે. પરંતુ આ વાતે કોઈ વિવાદ પણ થઈ શકે છે.

લવઃ આ સમયે પરિણિત જીવનને લઈને પરિસ્થિતિ અનુકૂળ બનવાની છે. જીવનસાથીઓ વચ્ચે સૌમ્ય સંબંધ સર્જાઈ શકે છે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં સહકારની ભાવના ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ તમે આ સમયે તમારા વ્યવસાયને વધારવા માટે વિદેશ પ્રવાસ કરશો અને તમને તેનાથી મોટો ફાયદો મળશે. નાણાકીય ક્ષેત્રે તમને નસીબનો સાથ પણ મળશે.

સ્વાસ્થ્યઃ આરોગ્ય સંબંધિત નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. તેમાં માથાનો દુખાવો, આંખનો દુખાવો અને પેટ સંબંધિત દુખાવો થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here