US ઓપન 2020 : સેરેના સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી; 2019ના રનરઅપ મેદવેદવે એકપણ સેટ ગુમાવ્યા વિના અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું

0
0

વર્લ્ડ નંબર-8 અમેરિકાની સેરેના વિલિયમ્સ સતત 11મી વાર US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે બલ્ગેરિયાની સ્વેતલાના પિરોનકોવાને ક્વાર્ટર ફાઇનલમાં 4-6, 6-3, 6-2થી હરાવી. પિરોનકોવાની ત્રણ વર્ષમાં આ પહેલી ટૂર્નામેન્ટ હતી. બીજી તરફ, રશિયાનો ડેનિલ મેદવેદેવ પણ અંતિમ ચારમાં પહોંચી ગયો છે. તેણે રશિયાના જ આન્દ્રે રુબલેવને ક્વાર્ટર ફાઇનલમાં 7-6 (6), 6-3, 7-6(5) થી હરાવ્યો.

મેદવેદવ એકપણ સેટ ગુમાવ્યા વિના સેમિફાઇનલમાં પહોંચ્યો છે. નીલ ફ્રેઝરે 1960માં US ઓપન જીત્યા, ત્યારે તેમણે પણ એકેય સેટ હાર્યો નહોતો.

સેરેના સેમિફાઇનલમાં અઝારેન્કા સામે ટકરાશે

  • સેરેનાનો મુકાબલો સેમિફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 વિક્ટોરિયા અઝારેન્કા સામે થશે.
  • અઝારેન્કા 7 વર્ષ પછી US ઓપનની સેમિફાઇનલમાં પહોંચી છે.
  • તેણે ક્વાર્ટર ફાઇનલમાં એલિસ મેર્ટન્સને 6-1, 6-0થી હરાવી હતી.
  • સેરેના અને અઝારેન્કા વચ્ચે અત્યાર સુધીમાં 22 મુકાબલા થયા છે.
  • સેરેનાએ 18 મેચ અને અઝારેન્કા 4 મેચ જીતી છે.
  • સેરેનાએ અગાઉ 2012 અને 2013 US ઓપનની ફાઇનલમાં અઝારેન્કાને પરાજિત કરી હતી.

પિરોનકોવાની વાપસી કહે છે કે મોમ્સ મજબૂત હોય છે

  • પિરોનકોવા સામે જીત મેળવ્યા બાદ સેરેનાએ કહ્યું હતું કે, “શરૂઆતમાં હું થોડો ખેંચાણ અનુભવી રહી હતી. પરંતુ ધીરે ધીરે લય પ્રાપ્ત થઈ અને પછી મેચ પોતાના નામે કરી.
  • તેણે પિરોનકોવાની પ્રશંસા કરી, જે માતા બન્યાના ત્રણ વર્ષ પછી કોર્ટમાં પાછી ફરી.
  • સેરેનાએ કહ્યું કે પિરોનકોવા ડબ્લ્યુટીએ રેન્કિંગમાં પણ નહોતી.
  • પરંતુ જે રીતે તેણે કોર્ટમાં વાપસી કરી તે ખરેખર આશ્ચર્યજનક છે. આ બતાવે છે કે મોમ્સ કેટલી મજબૂત છે.
  • તેણે પોતાની સેમિફાઇનલ મેચ વિશે કહ્યું કે, મને બેક ટુ બેક મેચ રમવાની આદત છે.
  • આ પહેલા પણ ઘણી ટૂર્નામેન્ટોમાં આ બન્યું છે. પરંતુ મારે આગળની મેચમાં ઝડપી શરૂઆત કરવી પડશે.
  • હું લડતી રહીશ અને ક્યારેય હાર નહિ માનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here