રાજકોટ : CCTV : કાલાવડ રોડ પર કારે બાઈકચાલકને લીધો અડફેટે : બાઈકસવાર ગંભીર.

0
1

રાજકોટના કાલાવડ રોડ પર આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઈકચાલક ને અડફેટે લેતા બાઈકસવાર 4 થી 5 ફૂટ સુધી ફંગોળાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

બાઈક દિવાલ સાથે ધડાકાભેર અથડાયું

ઘટનાની વિગત અનુસાર કાલાવડ રોડ પર હાઉસિંગ બોર્ડ પાસેના ચાર રસ્તા પર વહેલી સવારે ફિલ્મી સ્ટંટના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પૂરપાટ ઝડપે આવી રહેલી કારનાચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. જેમાં બાઈકસવાર 4થી 5 ફૂટ સુધી ફંગોળાયો હતો અને બાઈક દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું.

યુવકને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ

અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સ્થાનિકોની મદદથી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here