Saturday, April 20, 2024
Homeસીરમે વેક્સિનથી થતી આડ અસરના આરોપને ફગાવ્યો, વોલન્ટિયર પર 100 કરોડનો દાવો...
Array

સીરમે વેક્સિનથી થતી આડ અસરના આરોપને ફગાવ્યો, વોલન્ટિયર પર 100 કરોડનો દાવો કરવાની વોર્નિંગ આપી

- Advertisement -

ત્રીજા તબક્કાના પરીક્ષણ દરમિયાન આપવામાં આવેલા વેક્સિનના ડોઝની આડ અસર થતી હોવાનો ચેન્નઈના વોલન્ટિયરના દાવાને સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા(SII)એ ફગાવી દીધો છે. ઈન્સ્ટિટયૂટનું કહેવું છે કે આરોપ તદૃન પાયાવિહોણો છે. આ આરોપને કારણે પોતાની છાપને નુકસાન પહોંચવાના કારણે ઈન્સ્ટિટયૂટે આરોપ લગાવનાર વોલન્ટિયર સામે 100 કરોડ રૂપિયાનો દાવો કરવાની વાત કહી છે.

મામલામાં વિગતે તપાસ કરાશે

સીરમ ઈન્સ્ટૂટયૂટ ઓફ ઈન્ડિયા(SII) એ કહ્યું છે કે રસીની ટ્રાયલને એની સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. કંપનીએ વધુમાં કહ્યું છે કે તે મજબૂત રીતે આ આરોપથી પોતાનો બચાવ કરશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) અને ઈન્સ્ટિટયુશનલ એથિક્સ કમિટીએ આ અંગે તપાસ શરૂ કરી છે. DCGI અને કમિટી એ અંગે તપાસ કરશે કે જે આડ અસરનો દાવો કરવામાં આવ્યો છે એને રસીના ડોઝની સાથે સંબંધ છે કે નહિ.

ન્યુરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યુરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી બાજુ, સીરમે આ આરોપને ફગાવી દઈ આ વ્યક્તિ સામે 100 કરોડનો દાવો કરવાની તૈયારી કરી છે. આ આરોપ ખોટા છે અને એનાથી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.

આ વ્યક્તિએ કંપનીને નોટિસ મોકલી

ભારતમાં કોરોનાની વેક્સિન કોવિશીલ્ડની ગંભીર આડ અસરનો પ્રથમ કેસ નોંધાયો છે. ‘કોવિશીલ્ડ’ વેક્સિનની હ્યુમન ટ્રાયલ લેનારી વ્યક્તિને ગંભીર સાઈડ ઇફેક્ટ થઈ છે. આ વ્યક્તિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલી છે. આ વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણય લેવામાં અને રોજિંદા કામમાં તકલીફ પડી રહી છે.

હજુ સુધી નોટિસનો જવાબ આપ્યો નથી

ડોઝ લેનારી વ્યક્તિએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બ્રિટનની એસ્ટ્રાજેનેકા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા,ઓક્સફર્ડ વેક્સિન ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટિગેટર એન્ડ્ર પોલાર્ડ, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ધ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ લેબોરેટરીઝ અને રામચંદ્ર હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વાઈસ-ચાન્સલરને નોટિસ મોકલી છે. ડોઝ લેનારી વ્યક્તિના વકીલ એનજીઆર પ્રસાદે જણાવ્યું હતું કે તમામને 21 નવેમ્બરના રોજ નોટિસ મોકલાઈ છે અને હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

કોવિશીલ્ડ વિશે
ફોર્મ્યુલાઃ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિ. અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા
નિર્માતાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે
નિર્માણ સ્થળઃ હડપસર, પુણે (મહારાષ્ટ્ર)
સ્ટેટસઃ અંતિમ મંજૂરીના તબક્કામાં

વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું છે. આ વેક્સિનની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કરી છે. એ ફોર્મ્યુલાના આધારે પુણે સ્થિત SIIના પ્લાન્ટમાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે. 10 કરોડ ડોઝ બનાવવાની SIIની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે.

કંપની 40 કરોડ ડોઝ બનાવશે

પૂનાવાલાએ ગઈકાલે કહ્યું હતું કે હજુ નક્કી નથી કે સરકાર કેટલા ડોઝ ખરીદશે, પરંતુ લાગી રહ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રી જુલાઈ સુધીમાં 30થી 40 કરોડ ડોઝ પર વિચાર કરી રહી છે. કોવિશીલ્ડથી મોન્ટેલિટી ઘટાડવામાં પણ ફાયદો થશે. એનાથી હોસ્પિટલાઈઝેશન 0% થવાની આશા છે. વાઈરસની અસર 60 % સુધી ઓછી થઈ જશે. કોવિશીલ્ડની ગ્લોબલ ટ્રાયલમાં હોસ્પિટલાઈઝેશન 0% રહ્યું છે.

વેક્સિનની ટ્રાયલ બે રીતે કરાઈ

કોવિશીલ્ડના અંતિમ તબક્કાની ટ્રાયલ બે રીતે કરાયું છે. પ્રથમમાં એની 62% અસર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધારે. સરેરાશ જોઈએ તો એ 70% આસપાસ છે. SIIના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો દાવો હતો કે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.

જાન્યુઆરીથી દર મહિને 5-6 કરોડ વેક્સિનના ડોઝ બનવા લાગશે. જાન્યુઆરી સુધીમાં 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર થશે. સરકારની પરવાગી મળતાંની સાથે જ સપ્લાઈ શરૂ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular