સુરત : સિવિલની કોવિડ OPDમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ખોલતી વખતે સર્વન્ટને વાગ્યું, આંખમાં ઈજા પહોંચી

0
0

સિવિલ હોસ્પિટલની કોવિડ-19 OPDમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર વાગતાં સર્વન્ટ ઈજાગ્રસ્ત થયો છે. દર્દીને ઓક્સિજનની જરૂર હોવાથી અશફાક નામનો કોન્ટ્રાક્ટ હેઠળ બે મહિના પહેલા જોડાયેલો કર્મચારીઓ ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ખોલી રહ્યો હતો એ દરમિયાન રેગ્યુલેટર પ્રેશ સાથે બોટલથી છૂટી પડીને અશફાકની આંખમાં ઘુસી ગયું હતું. જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે સિવિલના ટ્રોમાં સેન્ટરમાં ખસેડાયો હતો.જ્યાં હાલ તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

ધડાકા સાથે રેગ્યુલેટર છૂટું પડી ગયુ

સિવિલ હોસ્પિટલના કોવિડ-19ના OPDમાં લગભગ 4:55 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સમાં કોવિડ-19ના દર્દીને લાવવામાં આવ્યો હતો. જોકે તેને ઓક્સિજનની જરૂર હોવાથી અશફાક શેખ સલીમ (ઉ.વ. 19 રહે, કોસાડ આવાસ) દોડીને OPDમાં ગયો હતો અને ઓક્સિજનની બોટલના પ્રેશરને નોર્મલ કરવા રેગ્યુલેટર સાથે છેડછાડ કરી હતી. જેને લઈ રેગ્યુલેટર બોટલથી ધડાકા સાથે છૂટું પડીને અસફાકની આંખમાં ઘુસી ગયું હતું. ઘટના બાદ તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. દર્દીઓ અને સગાઓમાં ભાગદોડ મચી ગઇ હતી.

અશફાકની સારવાર શરૂ કરાઈ

ઘટનાને નજરે જોનારા કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં. 108 એમ્બ્યુલન્સમાં જ અશફાકને લોહી નીકળતી હાલતમાં સિવિલના ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યાં હતાં. જ્યાં હાલ તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ ઘટનાની જાણ થયા બાદ કોવિડ-19 હોસ્પિટલના વહીવટદારો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here