સુરત : ધંધાકીય નાણાની લેતી દેતીની તકરારને ફોજદારી બનાવ્યાની દલીલને માન્ય રાખી સેશન્સ કોર્ટે સાડીના વેપારીને જામીન આપ્યા

0
0

શહેરમાં ટેક્સટાઈલના ધંધાર્થીઓ દ્વારા અવારનવાર રૂપિયા ન અપાતા પોલીસ ફરિયાદ થતી હોય છે. ત્યારે સાડીના વેપારીએ રૂપિયા 3.86 લાખના માલના નાણા ન ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં પકાયેલા આરોપીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. નાણાની લેતી દેતી ધંધાકીય વહેવારની સિવિલ તકરાને ફોજદારી રંગ આપવામાં આવ્યો હોવાની દલીલ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખીને જામીન આપ્યાં છે.

શું હતો કેસ

કેસની વિગત મુજબ દુકાન નં.888 એલઆઈજી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જલારામ નગર પાંડેસરા ખાતે સાડીનો ધંધો કરતાં ભરતસિંહ સજ્જનસિંહ ભાટીએ જય મહાવીર માર્કેટ રીંગરોડ ખાતે વિકાસ હરિપ્રસાદ ભરટ્ટરનાએ 5 લાખની સાડીનો ઉધાર માલ 3 ઓગષ્ટ 2020થી 12 ઓગષ્ટ 2020 સુધીમાં 15 દિવસની ક્રેડી ઉપર ખરીદ્યો હતો. જેના વ્યવહાર પેટે 1.17 લાખની રકમ ચૂકવી 3.86 લાખની રકમ ફરિયાદી ભરતસિંહ ભાટીને ચૂકવવાની બાકી હતી. આ ચૂકવણુ કરવાને બદલે આરોપી વિકાસ ખટ્ટર દુકાન બંધ કરી નાસી ગયા.જેની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.

કોર્ટે જામીન આપ્યા

આરોપી વિકાસ ભટ્ટર તેમના વકીલ નરેશ ગોહિલ મારફતે કોર્ટમા આગોતરા જામીન અરજી કરી હતી અને નાણાની લેતી દેતીના ધંધાકીય વહેવારની એક સિવિલ તકરાને પોલીસના મેળાપીપણામાં ફોજદારી રંગ આપવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી. સેશન્સ કોર્ટે તેમની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી વિકાસ ભટ્ટરની આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here