હેલ્પ ઇન લોકડાઉન : વિયેતનામના બિઝનેસમેને ગરીબો અને બેરોજગારોને 24 કલાક મફત ચોખા આપે તેવું ‘રાઈસ ATM’ મૂક્યું

0
12
  • એક વ્યક્તિને આ એટીમ દોઢ કિલો ચોખા આપે છે
  • અનેક જરૂરિયાતમંદો સોશિયલ ડિસ્ટન્સ રાખીને ચોખા લેવા લાઈનમાં ઊભા રહે છે
  • વિયેતનામમાં કોરોના વાઈરસથી કોઈનું મૃત્યુ થયું નથી

હનોઈ. વિયેતનામમાં કોરોના વાઇરસના 262 પોઝિટિવ કેસ આવ્યા છે, પણ સદનસીબે આ દેશમાં કોરોનાને લીધે હજુ સુધી કોઈનું મૃત્યુ થયું નથી. વિયેતનામ દેશ હાલ સંપૂર્ણપણે લોકડાઉન છે. આ લોકડાઉનમાં બેરોજગાર અને ગરીબોને મફત ચોખા આપવા માટે એક બિઝનેસમેને 24/7 ચાલુ રહે તેવું ‘રાઈસ ATM’ બનાવીને મૂક્યું છે. દેશના મુખ્ય શહેરોમાં આ એટીએમમાંથી લોકો ચોખા લઇને ઘરે લઇ જાય છે.

રાઈસ એટીએમ મશીન એક વ્યક્તિને દોઢ કિલો ચોખા આપે છે. વિયેતનામની રહેવાસીએ મશીન વિશે કહ્યું કે, મારા પતિએ લોકડાઉનને લીધે નોકરી ગુમાવી છે. આ રાઈસ એટીએમ ઘણું મદદરૂપ છે. એક દિવસમાં આ મશીન જેટલા ચોખા આપે છે તેમાંથી મારા ૩ બાળકોના પરિવારનું પેટ ભરાઈ જાય છે.

આ ઉદાર અને દયાળું બિઝનેસમેન હોંગ તુઅન આની પહેલાં હોસ્પિટલને સ્માર્ટ ડોરબેલ પણ ડોનેટ કરી ચૂક્યા છે.  તેમણે કહ્યું કે, આ મશીન રાઈસ આપે છે, આથી તેનું નામ રાઈસ એટીએમ રાખ્યું છે. દેશમાં આ કપરા સમયે રાઈસથી જેમ બને તેમ વધારે લોકોનું પેટ ભરાય તેવી મને આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here