Monday, October 25, 2021
Homeમધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 7 રાજ્યમાં આવતીકાલે કરા સાથે વરસાદ પડશે
Array

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 7 રાજ્યમાં આવતીકાલે કરા સાથે વરસાદ પડશે

માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ(MP)માં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેનાથી તાપમાનમાં ઘટોડો થયો છે. 14 અને 15 માર્ચના રોજ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં વરસાદ પડવાની સંભાવના છે.

હવામન વિભાગે આગાહી કરી છે કે શનિવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે. આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કાશ્મીર, લદ્દાખ અને પંજાબમાં યેલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારમાં કરા પડશે.

ઝારખંડ: શિવરાત્રિમાં વરસાદ પડ્યો, સાંજે કરા પણ પડ્યા

ઝારખંડમાં ઘણા વિસ્તારમાં ગુરુવાર સાંજે ભારે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીમાં રાહત મળી હતી. અહીં મેક્સિમમ તાપમાન 33 ડીગ્રી નોંધાયું હતું. હવામન વિભાગે શુક્રવારે પણ કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

રાંચીમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો.

રાંચીમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો.

રાજસ્થાન: આજે વરસાદ પડવાની સંભાવના

રાજસ્થાનના કોટામાં ગુરુવારે ત્રણવાર વાતાવરણ બદલાયું. બપોર સુધી તડકો હતો, બપોર પછી વાદળા આવ્યા અને સાંજે ઘણા વિસ્તારમાં વરસાદ પડ્ય હતો. શનિવારે વાદળા વિખેરાઈ જશે અને વાતાવરણ સાફ થઈ જશે.

હરિયાણા: ભારે પવન સાથે વરસાદની સંભાવના

હરિયાણામાં શુક્રવારે ભારે પવન સાથે વરસાદ પડશે. આ દિવસે 4થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

પંજાબ: જાલંધરમાં 17 માર્ચના રોજ વાદળા આવશે, ઝાપટા પણ પડશે

પંજાબના ઘણા શહેરોમાં 17 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જાલંધરમાં પણ ઝાપટા પડવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments