ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો : સાતનાં મોત અનેક ઘાયલ.

0
20

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ એકસાથે કેટલીય જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કરતા સાત લોકોના મોત થયા છે. તો અન્ય કેટલાય લોકો ઘાયલ થયાની ખબર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે એક આતંકીને ઠાર કરી દીધો છે, જેના શરીરમાં બૉમ્બ બાંધેલા મળ્યા છે. આતંકીના શરીર પર બાંધેલા બૉમ્બને પણ ડિફ્યૂઝ કરવા માટે પોલીસ ટીમ ઘટના સ્થળ પર છે. માર્યા ગયેલા લોકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. તો કેટલાક લોકોને આતંકીઓએ બંધક બનાવ્યા હોવાના પણ સમાચાર છે.

વિયના પોલીસ દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવાયું છે કે રાતે 8 વાગે ઘટના બની હતી. તેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ હતી. ઘટના શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓએ બની હતી . તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જેમાં એક ઓફિસર પણ સામેલ છે. આ સિવાય પોલીસ દ્વારા એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મરાયો છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું

આ ઘટના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ આ દુ:ખની ઘડીમાં વિયેનાની સાથે છે. આ સાથે જ તેમણે ઘટનાને અંજામ આપનારાને ચેતવણી પણ આપી.

મેક્રોને કહ્યું કે “ફ્રાન્સ ઉપરાંત આ એક દોસ્તાના દેશ છે. આ અમારું યુરોપ છે. અમારા દુશ્મનોને ખબર હોવી જોઈએ કે તેઓ કોની સાથે આવું કામ કરી રહ્યા છે. અમે હાર માનવાના નથી.”

ફ્રાન્સના દક્ષિણી શહેર નોટ્રેડેમ બેસિલિકામાં ચાકૂથી થયેલા હુમલામાં 3 લોકો માર્યા ગયા બાદ ફ્રાન્સે આતંકી હુમલા અંગે એલર્ટ જાહેર કરેલું છે. 16 ઓક્ટોબરે પેરિસના પરા વિસ્તારમાં એક શાળાની બહાર ઈતિહાસના ટીચર સેમ્યુઅલ પેટીની હત્યા કરી દેવાઈ હતી. ત્યારથી ભારે તણાવ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here