Saturday, January 18, 2025
HomeગુજરાતGUJARAT: વડોદરાના અટલાદરામાં 155 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ

GUJARAT: વડોદરાના અટલાદરામાં 155 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ

- Advertisement -

ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતી યોજના તેમજ ખાસ સહાય ગ્રાંટ પેટે અટલાદરા ખાતે 84 એમ.એલ.ડી. ક્ષમતાનો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તેના મેન પંપીંગ સ્ટેશન સહિત રૂ.155.71 કરોડના ખર્ચે 10 વર્ષના સંચાલન અને નિભાવણી સાથે બનાવવાનું આયોજન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ હાથ ધરેલ હતું. આ પ્લાન્ટની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે, અને હાલમા 84 એમ.એલ.ડી. ક્ષમતાના પ્લાન્ટનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવેલ છે.

આ પ્લાન્ટ સંદર્ભે કોર્પોરેશનની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે આ પ્લાન્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ટ્રીટમેન્ટ અંગેના નવા ધારાધોરણ મુજબ બનાવવામા આવેલ છે. જેના દ્વારા કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઝોન-૩ અંતર્ગત વિવિધ પંપીંગ સ્ટેશનો જેમ કે હરીનગર, તાંદલજા, વાસણા, ગોત્રી, ગાયત્રીનગર, લક્ષ્મિપુરા, જેતલપુર, ગોરવા અને સેવાસીને આવરી લેતી આશરે 5 લાખથી વધુ વસ્તીને સીધો ફાયદો થશે. આ પ્લાન્ટ ચાલુ થવાથી આ વિસ્તારમા ઉદ્ભવતી ડ્રેનેજની સમસ્યાઓનો નિકાલ થશે. એટલું જ નહીં લોકોને સુવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ થશે. નવીન પ્લાન્ટ કાર્યરત થવાને કારણે વિશ્વામિત્રી નદીમાં મુંજમહુડા ખાતેથી તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી બાયપાસ થતાં અંદાજે 25-30 એમ.એલ.ડી અનટ્રીટેડ સુવેઝને બંધ કરી શકાશે. એટલું જ નહીં 84 એમ.એલ.ડીની ક્ષમતાના આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે સુવેજને ડાયવર્ઝન કરી ટ્રીટ કરવામા આવશે. આ સુવિધા ચાલુ થતાં વિશ્વામિત્રી નદીમાં જતું અનટ્રીટેડ સુવેઝ બંધ થયેલ છે. પરિણામે નદીમાં પાણીની શુધ્ધતામાં સુધારો થશે.વડોદરા શહેરને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લઇ ડ્રેનેજ ઝોન-1, 2 તથા 3 માં વિભાજીત કરવામાં આવેલ છે. જે પૈકી ડ્રેનેજ ઝોન-3 માં વિશ્વામિત્રી નદીના પશ્ચિમ તરફના વિસ્તારનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં વર્ષ 2019 માં આઉટગ્રોથ વિસ્તારોનો તેમજ વર્ષ 2020 માં નવા ગામોનો સમાવેશ થયેલ છે. જેનાથી વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં પણ વધારો થયેલ છે. પશ્ચિમ વિસ્તારમાં સમાવેશ થયેલ નવા વિસ્તારો જેવા કે કલાલી અને બીલ વિસ્તારોનું સુવેઝ પણ અટલાદરા સુવેજ પ્લાન્ટ ખાતે ટ્રીટમેન્ટ માટે આવશે. વધુમાં પશ્ચિમ વિસ્તારોમાં હાઈ રાઈઝ ડેવલપમેન્ટમાં થઈ રહેલ વધારાના લીધે પણ અટલાદરા પ્લાન્ટમાં આવતા સુવેઝમાં વધારો થઈ રહેલ છે. નેશનલ ગ્રીન ટીબ્યુનલ એટલે કે એન.જી.ટી દ્વારા પણ અરજી ઉત્પન્ન થતા સુવેઝને નિયત ટ્રીટમેન્ટ પેરામીટર્સમાં ટ્રીટમેન્ટ આપવા માટે હુકમ થયેલ છે. તેને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા ધ્વારા પણ નિયત ધારાધોરણ મુજબના ટ્રીટમેન્ટ પેરામીટર્સ પ્રમાણેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના થતા હોવાથી તે પ્રમાણે અટલાદરા ખાતે આ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડ્રેનેજ ઝોન-3 માં ખુટતી કેપેસીટી માટે ભવિષ્યમાં અન્ય સુવેજ પ્લાન્ટનું તબક્કાવાર આયોજન કરવાની આવશ્યકતા ઊભી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular