સુરતમાં ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ગટરો ઉભરાઈ

0
5

રતમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાવાની દહેશત હંમેશા જોવા મળતી હોય છે. તેની પાછળના કેટલાક મુખ્ય કારણો ખાડી પૂર દૂષિત પાણી રહેઠાણવાળા વિસ્તારોમાં પ્રવેશ જવા તેમજ પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ગટરની સફાઇ યોગ્ય રીતે ન થવાને કારણે ગટરો ઊભરાવવાની સમસ્યા વિવિધ સોસાયટીઓમાં જોવા મળતી હોય છે. તેને કારણે રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી છે. સુરતના ડેપ્યુટી મેયરના વોર્ડ નંબર 14 માતાવાડી ઇસ્કોન મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઇ રહી છે.

અંદાજે ચાર મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ ગટર ઉભરાવાનું બંધ થયું નથી.અંદાજે ચાર મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ ગટર ઉભરાવાનું બંધ થયું નથી.

ચાર મહિનાથી ગટર ઉભરાઈ રહી છે

સુરત વોર્ડ નંબર-14 માતાવાડી ઇસ્કોન મંદિર પાસે અંદાજે ચાર મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ ગટર ઉભરાવાનું બંધ થયું નથી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના કોઈપણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી. આ વિસ્તારમાં નાના બાળકો સતત રમતા હોય છે. દુર્ગંધ આવે તો પાણી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે.

કામગીરી કરવા લોકોની રજૂઆત

માતાવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઇ ગજેરાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને વોર્ડ ઓફિસમાં જઇને અમે આ બાબતે રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ અને જાણે કોઈ ફરક ન પડતો હોય તેમ અહીં જોવા પણ આવતા નથી. સુરત કોર્પોરેશનની કામગીરી એવી લાગે છે કે જાણે જ્યાં સુધી રોગચાળો ન ફેલાય ત્યાં સુધી કોઈ કામગીરી કરવી નથી અને જ્યારે લોકો મુશ્કેલીમાં મુકાઇ છે.

ચોમાસા દરમિયાન અહીં મચ્છરોનો ઉપદ્રવને કારણે અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ભોગ બની શકે છે.
ચોમાસા દરમિયાન અહીં મચ્છરોનો ઉપદ્રવને કારણે અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ભોગ બની શકે છે.

 

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ ફેલાવાની શક્યતા

નેતાઓ અને અધિકારીઓ પહોંચી ને પોતે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેઓ બતાવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારની માનસિકતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. તેથી અમારી ઇચ્છા છે કે ઝડપથી અમારી આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવે નહીંતર ચોમાસા દરમિયાન અહીં મચ્છરોનો ઉપદ્રવને કારણે અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ભોગ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here