સેક્સ કે કિસ કરવાથી ફેલાય છે કોરોના વાયરસ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

0
43

કોરોના વાયરસ માણસના વાળથી લગભગ 900 ગણો બારીક છે. આથી તે ખૂબ જ સરળતાથી માણસને પોતાનો શિકાર બનાવી શકે છે. ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. કોરોના વાયરસના બુધવારે 12 નવા મામલા સામે આવ્યા છે. આ તમામ વ્યક્તિ ઈટલીથી થઈને ભારત આવ્યા હતા. હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે, આખરે કોરોના વાયરસ કઈ રીતે ફેલાય છે.

શું રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે વાયરસ?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, રોગી વ્યક્તિની નજીકથી પસાર થવાથી તમને કોરોના વાયરસ થશે કે નહીં તે ચાર બાબતો પર નિર્ભર કરે છે.

પહેલું, તમે પીડિત વ્યક્તિની કેટલી નજીકથી પસાર થાઓ છો. બીજું, પીડિત વ્યક્તિના ખાંસતી કે છીંકતી વખતે તેના ડ્રોપલેટ્સ તમારા પર પડ્યા છે કે નહીં. ત્રીજું, તમે તમારા ચહેરા પર હાથ લગાવી રહ્યા છો. ચોથું, તમે પોતે કેટલા સ્વસ્થ છો અથવા તમારી ઉંમર કેટલી છે, કારણ કે ઉંમરલાયક વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમ તંદુરસ્ત ન હોવાને કારણે તેઓ જલદી તેનો શિકાર બને છે.

પીડિત વ્યક્તિથી કેટલું અંતર હોવું જોઈએ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમિયરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી પીડિત વ્યક્તિથી ઓછામાં ઓછું 3 ફૂટ દૂર રહેવું જોઈએ. જ્યારે ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશોમાં પીડિત વ્યક્તિથી 6 ફૂટનું અંતર જાળવવાની વાત કહેવામાં આવી છે.

શું બસ, ટ્રેન અથવા સાર્વજનિક સ્થળો પર વસ્તુઓને અડકવાથી ફેલાય છે વાયરસ?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બસ, ટ્રેન અથવા કોઈપણ સાર્વજનિક જગ્યાઓ પર વસ્તુઓને અડકવાથી કોરોના વાયરસ ફેલાવાનું જોખમ રહેલું છે.

શું સેક્સ કે કિસ કરવાથી ફેલાય છે કોરોના વાયરસ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, કોરોના વાયરસ સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. જોકે, હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પીડિત વ્યક્તિને કિસ કરવાથી તે નિશ્ચિતરીતે ફેલાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here