રાજકોટમાં સેક્સ રેકેટનો રેલો ઝારખંડ સુધી પહોંચ્યા, વધુ એક આરોપીની ધરપકડ

0
3

રાજકોટમાં થોડા દિવસ પહેલા સેક્સ રેકેટ ચલાવતા દલાલ ભરત ગોહેલની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ભરતની પૂછપરછ કરતા તેણે ઝારખંડના અજયસિંઘનું નામ આપ્યું હતું. આથી સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી હોવાથી એ ડિવીઝન પોલીસ ઝારખંડ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી અજયસિંઘની ધરપકડ કરી રાજકોટ લાવી છે.

ગત અઠવાડિયે પોલીસ ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો

રાજકોટ એ ડિવીઝન પોલીસ દ્વારા ગત અઠવાડિયે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે તે સમયે દલાલ ભરત ગોહેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. ભરતે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, રૂપલલના સવારે જ મુંબઇથી રાજકોટ આવી હતી. ગ્રાહક પાસેથી 2 હજાર વસૂલતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાદમાં તેના મોબાઇલ કબ્જે કરી ક્યાં ક્યાં રાજ્યના ગર્લ્સ સપ્લાયરો સામેલ છે તે અંગે તપાસ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા મારફત ગ્રાહકો મેળવતા હોવાનું ખૂલ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત સોશિયલ મીડિયા મારફત ગ્રાહકો મેળવતો હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહક કોન્ટેક નંબર પર ફોન કરે ત્યારે તે ફોન ઝારખંડમાં બેઠેલો અજયસિંઘ ઉપાડતો હતો. બાદમાં ગ્રાહક સાથે ભાવતાલ નક્કી કરતો હતો. ગ્રાહકને રાજકોટ શહેરની કોઈ હોટલ બૂક કરાવવા માટે પણ કહેતો હતો. જ્યારે ગ્રાહક પાસે ભાવતાલ નક્કી થઈ જાય અને હોટલ પણ બૂક થઈ જાય ત્યારબાદ તે રાજકોટ સ્થિત ભરત ગોહેલનો સંપર્ક સાધતો હતો. બાદમાં ભરત પોતાના સંપર્કમાં રહેલી સ્ત્રીને હોટલે પોતાની સાથે લઈ જતો હતો. હોટેલ પર લઈ જઈ ગ્રાહક પાસેથી સૌપ્રથમ સ્ત્રી સાથે મોજ મજા કરવા માટેના રૂપિયા લઈ લેતો હતો.

ઝારખંડથી ઝડપાયેલા અજયસિંઘને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાશે

રાજકોટ એ ડિવીઝન પોલીસ ઝારખંડથી અજયસિંઘની ધરપકડ કરી રાજકોટ લાવ્યા છે. પોલીસ હવે રિમાન્ડની માગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરશે. રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. આખરે કેટલા સમયથી અજયસિંઘ અને ભરત ગોહેલ એકબીજાના સંપર્કમાં છે. અત્યાર સુધીમાં અજયસિંઘ મારફત કોઈ સ્ત્રી ઝારખંડ કે પછી અન્ય રાજ્યમાંથી રાજકોટ આવી છે કે કેમ? છેલ્લા કેટલાય સમયથી તેઓ સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા તે અંગેની વિગત મેળવશે.