શાહરૂખ ખાન અને ગૌરી મુશ્કેલીમાં! EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ, જાણો શું છે મામલો

0
24

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જૂહી ચાવલા, જય મહેતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટફંડ કૌભાંડમાં ત્રણ કંપનીઓની 70 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ ત્રણ કંપનીઓમાં મલ્ટીપલ રિઝોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ અને અન્ય સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિભિન્ન કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરાઈ છે. જેમને રોઝવેલી ગ્રુપથી ફંડ મળતું હતું. તેમની 70.11 કરોડ રૂપિયાની ચલ અચલ સંપત્તિઓ મની લોન્ડરિંગ કાયદા હેઠળ અસ્થાયી રીતે જપ્ત કરાઈ છે. ત્રણેય કંપનીઓના બેંક ખાતા પણ સીઝ કરાયા છે. જેમાં કુલ 16.20 કરોડ છે.

આ સાથે જ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં રામનગર અને મહીશદલ સ્થિત 24 એકર જમીન, મુંબઈના દિલકાપ ચેમ્બર્સ સ્થિત એક ફ્લેટ અને રોઝવેલી સમૂહની એક હોટલ પણ જપ્ત કરાઈ છે. રોઝ વેલીની જપ્ત કરાયેલી સંપત્તિઓનું મુલ્ય લગભગ 4750 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સને રોઝ વેલી ગ્રુપ ખાતામાંથી પૈસા મળતા હતાં.

કોલકાતા નાઈટ રાઈડર્સ સંલગ્ન જોડાયેલા લોકોએ અનૌપચારિક રીતે કહ્યું છે કે શાહરૂખ ખાન અને ગૌરીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. રોઝવેલી સાથે જે પણ સંધિ હતી તે ફક્ત સ્પોન્સરશિપ ડીલને લઈને હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here