શાહરુખ ખાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય મંત્રીઓની શપથવિધિ ટાણે ઓઆરએસ ગટગટાવતો જોઈ તેના ચાહકો ચિંતાતુર બન્યા છે. શાહરુખને હજુ પણ ઝડપભેર ડિહાઈડ્રેશન થઈ જવાની સમસ્યા છે કે શું તેવો સવાલ ચાહકો કરી રહ્યા છે.થોડા દિવસો પહેલા જ શાહરૂ ખાનને અમદાવાદમા આઈપીએલની મેચમાં હાજરી વખતે ં હિટ સ્ટ્રોક આવી ગયો હતો. પરિણામે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. તે પછી શાહરુખ સતત પોતાની તબિયતની કાળજી લઈ રહ્યો છે.
ચાહકોના મતે કદાચ શાહરુખને તેના તબીબોએ પણ ઓઆરએસ કે અન્ય લિકવિડ સતત લેતા રહેવાની સલાહ આપી શકે છે. દિલ્હીમાં ગઈ સાંજે ભેજ વધારે હતો. જોકે, શાહરુખ ખાન ખુલ્લા પ્રાંગણમાં આ પ્રકારના સમારોહમાં કલાકો સુધી બેસવા માટે ટેવાયેલો ન હોવાથી તે અગમચેતી લઈ રહ્યો હોય એ શક્ય છે.