બોલિવૂડ ડેસ્ક: શાહરુખ ખાન હાલ તો ફિલ્મોને બદલે વેબ સિરીઝ બનાવવા પર ફોકસ કરી રહ્યો છે. હવે સાંભળવામાં આવ્યું છે કે શાહરુખ ટૂંક સમયમાં જ તમિળ ફિલ્મમાં ડેબ્યુ કરવાનો છે. તે એક્ટર વિજયની ફિલ્મ ‘બિગિલ’માં વિલનના રોલમાં દેખાઈ શકે છે.
કેમિયો રોલમાં શાહરુખ દેખાશે
એક અંગ્રેજી વેબસાઈટ મુજબ શાહરુખ કેમિયો રોલમાં દેખાશે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તેની એન્ટ્રી થશે. તે વિજયની સાથે ફાઇટિંગ સીન કરતો દેખાશે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે, શાહરુખ અને વિજય એકસાથે એક સ્પેશિયલ સોન્ગ પણ શૂટ કરી શકે છે.
શાહરુખ આ પહેલાં ‘બાજીઝર’, ‘ડર’, ‘અંજામ’, ‘ડુપ્લીકેટ’ અને ‘ડોન 2’ ફિલ્મમાં વિલનના રોલમાં દેખાયો છે. આ છઠ્ઠી વાર હશે કે જેમાં શાહરુખ વિલનના રોલમાં દેખાશે.
‘બિગિલ’ ફિલ્મ
આ ફિલ્મમાં વિજયની સાથે નયનતારા લીડ રોલમાં છે. ફિલ્મનું પહેલું પોસ્ટર વિજયના જન્મદિવસ પર 21 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિજય બાપ અને દીકરાના એમ ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે રિલીઝ થશે.
અમિતાભ બચ્ચનનું પણ તમિળ ડેબ્યુ
શાહરુખ સિવાય અમિતાભ બચ્ચન પણ તમિળ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. અમિતાભ ‘ઉયર્નથા મનિથર’માં દેખાવાના છે. આ ફિલ્મમાં તેમની સાથે રામ્યા કૃષ્ણન અને એસ જે સૂર્યા લીડ રોલમાં જોવા મળશે.