શાહરૂખ ખાન રાજ કુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરશે: રિપોર્ટ

0
12

એજન્સી, મુંબઈ

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. શાહરૂખ ખાનના ફેન્સ આતુરતાથી તેની ફિલ્મની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, શાહરૂખની પાસે 2-3 ફિલ્મ છે. જેમાંથી એક ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસના ડાયરેક્ટર રાજકુમાર હિનરાનીની છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મની શૂટિંગ ઓગસ્ટ 2020માં શરૂ થશે. આ ફિલ્મને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરશે. હિરાની અને શાહરૂખની આ ફિલ્મની શૂટિંગ કેનેડા, લંડન અને ગુજરાતમાં થશે. જો કે ફિલ્મ અંગે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here