શાહરુખ ખાનને સલમાન ખાન અંગે સવાલ પૂછવામાં આવ્યો

0
14

શાહરુખ ખાને બે વર્ષ બાદ ફિલ્મ ‘પઠાન’ સાઈન કરી છે. યશરાજ બેનરની આ ફિલ્મનું શૂટિંગ શાહરુખે મુંબઈ તથા દુબઈમાં કર્યું છે. જોકે, હજી સુધી શાહરુખે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી. બુધવાર, 31 માર્ચે અચાનક જ શાહરુખ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેની પાસે 15 મિનિટ છે અને તેણે વિચાર્યું કે તે કેમ ચાહકો સાથે આ સમય પસાર ના કરે. તેણે #AskSRK સેશન શરૂ કર્યું હતું. શાહરુખે ઘણાં યુઝર્સના જવાબ આપ્યા હતા.

એક યુઝરે સવાલ કર્યો હતો કે KKR ક્યારે કપ જીતશે? જેના જવાબમાં શાહરુખે કહ્યું હતું, આશા છે, હું તે જ દિવસથી કૉફી પીવાની શરૂઆત કરીશ.

એક ચાહકે પૂછ્યું હતું કે સર જલદી સ્ક્રીન પર આવો, તમને સ્ક્રીન પર જોવા માટે હું આખું થિયેટર બુક કરાવી લઈશ, જવાબમાં એક્ટરે કહ્યું હતું, સાચે જ, ધીરજ રાખવા માટે પણ આ સમય બહુ બધો છે. ચિંતા ના કર, હું જલદી શૂટિંગ કરું છું.

એકે એવું કહ્યું હતું કે તમે કારેલા ખાધા છે કે તેની સાથે કડવું વર્તન કરવામાં આવે છે. આ પોસ્ટ પર શાહરુખે એવો જવાબ આપ્યો હતો, કારેલા મારા દુશ્મન ખાય.

એક યુઝરે સલમાન સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરવાનું કહ્યું હતું, જેમાં શાહરુખે કહ્યું હતું કે ભાઈ તો ભાઈ છે.

એક ચાહકે એવું પૂછ્યું હતું કે તમારે કોઈ મિત્ર નથી અને તમને ફ્રેન્ડશિપ કેવી રીતે રાખવી તે આવડતું નથી. તમે આજે પણ આ જ વાત કહેશો? જવાબમાં કિંગખાને કહ્યું હતું કે ના હવે સંતાનો તેના મિત્રો છે.

એક યુઝરે શાહરુખ ખાનને આમિર ખાનની મનપસંદ ફિલ્મ અંગે સવાલ કર્યો હતો, જેમાં એક્ટરે ‘રાખ’, ‘ક્યામત સે ક્યામત તક’, ‘દંગલ’, ‘લગાન’ તથા ‘3 ઈડિયટ્સ’ ફેવરિટ હોવાની વાત કરી હતી.

એક યુઝરે છોકરીઓને કેવી રીતે પટાવી શકાય તેની ટ્રિક પૂછી હતી. આ સવાલના જવાબમાં શાહરુખે કહ્યું હતું, ‘પટાવવા જેવા શબ્દનો ઉપયોગ કરવો નહીં. થોડો જેન્ટલમેન બન અને તેમને માન આપ.’

શાહરુખના અન્ય જવાબો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here