કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની જેમ એની ફેમિલી અને બાળકો પણ લાઇમલાઇટમાં રહેતા હોય છે. એમની સાથે જોડાયેલી નાની-મોટી અનેક ખબરો લોકો માટે ચર્ચાનો વિષય બને છે. હાલમાં એક્ટરનો દિકરો આર્યન ખાનની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. આ ખબર હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. આ દિવસોમાં એક્ટરના દિકરાનું નામ એક વિદેશી મોડલ અને એક્ટ્રેસથી સાથે જોડાયેલુ છે. બન્નેની વચ્ચે રોમાન્સની અનેક ઝલકો જોવા મળી. તો જાણો આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસા બોન્સી વિશે.
ઝીલની અભિનેત્રી અને મોડલ છે. આજકાલ આર્યન ખાનની એની સાથે રોમાન્સની અફવાઓ ફેલાઇ રહી છે. લારિસા અને આર્યનની વચ્ચે ડેટિંગની ખબરો Reddit દ્રારા સામે આવી છે, જેમાં એક યુઝરે દાવો કર્યો છે કે આર્યન અને લારિસાની વચ્ચે કંઇક ચાલી રહ્યું છે કારણકે આર્યન, લારિસાના પરિવારના સભ્યોની સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડીયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ આધાર પર યુઝરે જોયુ કે આર્યન ખાન લારિસાની માતા રેનાટા બોન્સીને સંભાળી રહ્યા છે.