ફાઈટ ફોર કોરોના : શાહરુખ ખાનની ચાર માળની ઓફિસ ક્વૉરન્ટીન સેન્ટર તરીકે તૈયાર, ગૌરીએ વીડિયો શૅર કર્યો

0
7

મુંબઈ. ભારત અને વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસ રોજે રોજ વધી રહ્યાં છે. આ દરમિયાન દેશમાં અનેક લોકો કોરોના સામેની લડાઈમાં આગળ આવ્યા છે. શાહરુખ ખાન તથા ગૌરીએ પણ સંકટની ઘડીમાં શક્ય તેટલી મદદ કરવાનું નક્કી કર્યું છે. થોડાં દિવસ પહેલાં જ શાહરુખ-ગૌરીએ પોતાની ચાર માળની ઓફિસ ક્વૉરન્ટીન સુવિધા માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી હતી. હવે, આ ઓફિસ ક્વૉરન્ટીન સુવિધા માટે તૈયાર છે અને ગૌરીએ એક વીડિયો પણ શૅર કર્યો હતો.

ગૌરીએ ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શૅર કર્યો

આ વીડિયો શાહરુખની સંસ્થા મીર ફાઉન્ડેશને બનાવેલો છે. આ વીડિયોમાં ચાર માળની ઓફિસને કેવી રીતે ક્વૉરન્ટીન સેન્ટરમાં બદલવામાં આવી તે બતાવવામાં આવ્યું છે. ચાર માળની ઓફિસમાં 22 બેડની સુવિધા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ક્વૉરન્ટીન સેન્ટર તરીકે ઉપયોગ શરૂ કરવામાં આવશે.

વીડિયો પોસ્ટ કરીને ગૌરીએ આ વાત કહી

ગૌરી ખાને વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, આ ઓફિસનો રીફર્બિશ્ડ (પુનરુદ્ધાર) કરવામાં આવ્યો છે. હવે, આ ક્વૉરન્ટીન ઝોનમાં છે. અહીંયા જરૂરિયાતની તમામ વસ્તુઓ છે. આપણે કોવિડ 19ની લડાઈ એક સાથે ઊભા રહીને મજબૂતી સાથે લડવાની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગૌરી ખાને પોતાની સંસ્થા મીર ફાઉન્ડેશનની મદદથી 95 હજાર ફૂડ પેકેટ્સ વહેંચ્યાં હતાં. શાહરુખ ખાને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને 25 હજાર પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપ્મેન્ટ્સ કિટ્સ આપી હતી. આ ઉપરાંત શાહરુખ ખાને વિવિધ એનજીઓમાં કોન્ટ્રીબ્યૂટ કર્યું હતું. PM CARES ફંડ તથા મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં પણ આર્થિક સહયોગ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here