અમદાવાદ : ખાખી વર્દીને બદનામ કરનાર બુટલેગર સામે શહેરકોટડા પોલીસે ગુનો નોંધ્યો

0
0

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ખાખી વર્દીને બદનામ કરનાર, અનેક આક્ષેપો લગાવનાર સરદારનગરના બુટલેગર રોહન ગારંગે સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી બુટલેગર રોહન ગારંગે એક વીડિયો વાયરલ કરી શહેરકોટડા પોલીસ સ્ટેશનના PI-વહીવટદારોની ભૂમિકાને લઇને આક્ષેપો કર્યા હતા.

શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આરોપ લગાવ્યા હતા.

શહેરકોટડા પીઆઇ વસાવાએ ખુદ ફરિયાદી બની અને બુટલેગર રોહન ગાંરગે સામે ગુનો નોંધ્યો છે. બુટલેગરના આરોપ બાદ શહેરકોટડા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા હતા. ત્યારે વીડિયો વાયરલ કરનાર બૂટલેગર રોહન ગારંગે પર બૂટલેગર વિરુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 જેટલા પ્રોહીબ્રિશન ગુના નોંધાઈ ચૂક્યા છે.

વાયરલ કરેલા વીડિયોમાં બુટલેગરે કેતન પરમાર, અશોક અને રફીક નામના પોલીસકર્મીના નામનો ઉલ્લેખ કર્યો હતો. શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં આવતા તેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રોહન નામના બુટલેગરે પાસા ન થાય તે માટે વીડિયો બનાવી પોલીસ પર આરોપ લગાવાનું કાવતરું ઘડ્યું છે.

બૂટલેગરનો ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિસ્તારમાં વહિવટદારો રૂપિયા લઈને પ્રતિબંધીત દારૂનો વેપલો ચલાવવા દેતા હતા, અને પછીથી રૂપિયા લઈને આ ધંધો બંધ કરાવ્યો હોવાનો પણ આક્ષેપો લગાવ્યા છે.

બુટલેગર રોહને તેના મળતીયા સાથે મળી પોલીસની બદનામી થાય તેવો વીડિયો વાઇરલ કર્યો હતો. તેની સામે પાસાની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ હોવાથી તેણે આ પ્રકારનો પોલીસને બદનામ કરવાનો વીડિયો વાઇરલ કર્યો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી બુટલેગરની શોધખોળ શરૂ કરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here