શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર લગાતાર સારૂ પરફોર્મન્સ આપી રહી છે. શાહિદ કપૂરની આ પહેલી સોલો ફિલ્મ છે કે જે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ. જોરદાર વિરોધોનાં વચ્ચે આટલી કમાણી એ એક ઈતિહાસ જેવી વાત છે. હજુ પણ લોકોમાં અમુક વાતોને લઈને ગુસ્સો છે કે જેનાં લીધે લોકો જોવા નથી જતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો એ ભુલો ન કરી હોત તો તેની કમાણી માનવામાં ન આવે એટલી થઈ હોત.
કબીર સિંહમાં શાહિદ એક એવો શખ્સનો રોલ અદા કરી રહ્યો છે કે જેમાં હિરોઈન પોતાની મરજીથી કશું કરી નથી શકતી. શાહિદ હિરોઈનને પોતાની મરજી પ્રમાણે જ બધુ કરવાનું કહે છે. એવામાં લોકોનું માનવું છે કે છોકરો જ કેમ નક્કી કરે કે છોકરી કોને મળશે, કોની સાથે વાત કરશે. એ છોકરી છે કોઈ સામાન થોડો છે. માટે આ એક વાતને લઈને લોકોમાં ગુસ્સો છે.
ફિલ્મમાં કબીર સિંહના ગુસ્સાને વધારી વધારીને બતાવવામાં આવ્યો છે. એટલો ગુસ્સો કે તે છોકરી સાથે મારપીટ પણ કરે છે. એટલું જ નહીં પણ જ્યારે લગ્ન ન કરવાની વાત પર તે છોકરીને ગાળો પણ બોલી નાખે છે. સંબંધમાં આ રીતનો વ્યવહાર લોકોને પસંદ ન પડ્યો.
આ ફિલ્મમાં કબીર સિંહ એક ડોક્ટરનાં કિરદારમાં છે. ફિલ્મમાં તે વધારે પડતો જ દારૂ પીવે છે. દારૂ પીધા પછી તે ઓપરેશન કરવા જાય છે. ક્યારેક તો એટલો દારૂ પીવે કે ઓપરેશન રૂમમાં જ બેહોશ થઈ જાય છે. ડોક્ટરનો આ વ્યવહાર પણ લોકોને ન ગમ્યો.
ફિલ્મમાં એક સીન આવે છે કે જેમાં કબીર સિંહ ચાકુ રાખીને મહિલાને સેક્સ કરવા માટે ધમકી આપે છે. આ સીનની તુલના રેપ સાથે કરાવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ સીનને લઈને લોકોમાં ભારે રોષ છે.
ફિલ્મમાં એક બીજુ સીન છે કે જેને લઈને પણ લોકોમાં ભારે ગુસ્સો છે. કબીર સિંહ જ્યારે એક વખત મહિલા સાથે સેક્સ સંબંધ નથી બાંધી શકતો ત્યારે ગુસ્સામાં તે ઘરની બહાર નીકળે છે અને પબ્લિક પ્લેસમાં જઈ ચેન ખોલી પેન્ટમાં બરફ નાખવા લાગે છે.