શાહિદ કપૂરની 100 કરોડની ડીલ : નેટફ્લિક્સ માટે શાહિદ ઘણા પ્રોજેક્ટ્સ કરશે, તે પહેલાં અજય દેવગણ અને હ્રિતિક રોશન પણ મોટી OTT ડીલ સાઈન કરી ચૂક્યા છે

0
5

‘ઉડતા પંજાબ’ અને ‘કબીર સિંહ’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારો શાહિદ કપૂર ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ શાહિદે નેટફ્લિક્સ માટે ઘણા પ્રોજેક્ટ્સ સાઈન કર્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ OTT પ્લેટફોર્મ સાથે તેની 100 કરોડ રૂપિયાની ડીલ સાઈન થઇ છે. તેના આ પ્રોજેક્ટ્સમાં એક ફિક્શન સિરીઝ પણ સામેલ છે. જોકે આ જાણકારી હજુ સુધી ખુલીને સામે આવી નથી.

વેબ માટે આ બે ફિલ્મો પર શાહિદ કામ કરી રહ્યો છે?

પિન્કવીલાના રિપોર્ટ અનુસાર, ગુનીત મોંગા સાથે સૂર્યા સ્ટારર તમિળ ફિલ્મ ‘સૂરારાઈ પોત્તરૂ’ની હિન્દી રિમેક માટે શાહિદ કપૂરની વાત ચાલી રહી છે. આ ફિલ્મ માત્ર ડિજિટલી જ રિલીઝ થશે.

આ સિવાય શાહિદ આદિત્ય નિમ્બાલકરના ડિરેક્શનમાં બની રહેલી એક એક્શન થ્રિલરમાં પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ ડિરેક્ટ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે હજુ આ પ્રોજેક્ટ્સ પૂરી રીતે લોક નથી થયા. પરંતુ શાહિદે ઓવરઓલ ડીલ સાઈન કરી લીધી છે અને તે નજીકના ભવિષ્યમાં નેટફ્લિક્સ સાથે કામ કરવા માટે કમિટેડ છે.

અજય અને હ્રિતિક મોટી ડીલ કરી ચૂક્યા છે

રિપોર્ટ્સ મુજબ, શાહિદ પહેલાં અજય દેવગણ અને હ્રિતિક રોશન OTT પ્લેટફોર્મ હોટસ્ટાર માટે વેબ સિરીઝ સાઈન કરી ચૂક્યા છે. અજય દેવગણની ફીનો ખુલાસો હજુ સુધી થયો નથી પણ ખબર મુજબ હ્રિતિક રોશને માત્ર એક શો માટે 80 કરોડ રૂપિયા લીધા છે. શાહિદની ડીલ આનાથી મોટી છે. પરંતુ તેણે એકસાથે ઘણા પ્રોજેક્ટ્સ માટે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here