Monday, January 24, 2022
Homeજયેશભાઇ જોરદારમાં રણવીરની હિરોઇન બનશે શાલિની પાંડે
Array

જયેશભાઇ જોરદારમાં રણવીરની હિરોઇન બનશે શાલિની પાંડે

રણવીરસિંહની નવી હિરોઇન આખરે ફાઇનલ થઇ ગઇ છે. તેલુગુ બ્લોકબ્લસ્ટર અર્જુન રેડ્ડીમાં જોવા મળેલી શાલિની પાંડે હવે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. યશરાજ ફિલ્મસ આ ફિલ્મ દ્વારા રણવીરની સામે તેને લોન્ચ કરશે. જયેશભાઇ જોરદારમાં મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને એથી જ આ ફિલ્મમાં શાલિનીએ પસંદ કરી છે. રણવીરસિંહની સામે ફિલ્લમમાં લોન્ચ થવું એ દરેક હિરોઇન માટે મોટી વાત છે અને શાલિનીને ખૂબ જ જ મોટુ સ્ટેજ મળ્યું છે. શાલિની વિશે વધુ જણાવતાં આ ફિલ્મના પ્રોડયુસર મનીષ શર્માએ કહ્યું હતું કે અમારી સ્ક્રિપ્ટ અને ફિલ્મના વિઝનને લઇને અમને હિરોઇન તરીકે એક નવા ચહેરાની જરૂર હતી. શાલિનીનું ઓડિશન ખૂબ જ અદભૂત હતું અને એ જોઇને જ અમે નક્કી કરી લીધુ હતું કે તે જ અમારકી હિરોઇન બનશે. શાલિનીની એકિટંગ જોરદાર અને એકદમ રિફ્રેશીંગ છે. તેના ટેલન્ટમાં અમને ખૂબ જ વિશ્ર્વાસ છે. જયેશભાઇ જોરદારમાં બધાનું ઘ્યાન તેના પર રહેશે એમાં બે મત નથી.


શાલિનીએ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યા પહેલા તે મઘ્યપ્રદેશના જબલપુરમાં થિયેટર એકટર તરીકે કામ કરતી હતી. તેલુગુ બોલવામાં તકલીફ પડતી હોવા છતાં શાલિનીએ અર્જુન રેડ્ડી માટે પોતે ડબીંગ કર્યુ હતુેં તેણે કલ્ટ કલાસિક મહાનંતીમાં પણ કામ કર્યુ હતું. બોલીવુડ ડેબ્યુ વિશે શાલિનીએ કહ્યું હતું કે યશરાજ ફિલ્મસના ટેલન્ટ અને તેમની ફિલ્મ માટે સાઇન થવું એ એ કોઇ પણ આર્ટીસ્ટનું ડ્રીમ હોય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારૂ ટેલન્ટ દેખાડવા માટે મને જે તક મળી છે એ માટે હું પોતાને નસીબદાર માનું છું. અમારી જનરેશનના સૌથી મોટા સુપરસ્ટાર રણવીર સિંહ સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું તેની સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હોવાની સાથે પોતાનું શ્રેષ્ઠ પફોર્મન્સ આપવા માટે પણ તૈયારી કરી રહી છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular