Thursday, April 18, 2024
Homeરેમડેસિવરી ઈન્જેક્શન પર રાજકારણ,: શકિતસિંહ ગોહિલનું વલણ
Array

રેમડેસિવરી ઈન્જેક્શન પર રાજકારણ,: શકિતસિંહ ગોહિલનું વલણ

- Advertisement -

કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે. રેમડેસિવીર ઈન્જેકશન માટે લોકો ફાંફા મારી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શહેરોમાં તેની વ્યવસ્થા થવી જોઈએ. જો રાજકીય પાર્ટી મારફત વિતરણ માટે ઈન્જેકશન આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય રાજકીય પાર્ટીને ઈન્જેકશન કેન્દ્ર કે રાજ્યની સરકાર ઉપલબ્ધ કરાવશે ?

બાઈટ : શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભા સાંસદ અને પ્રભારી.

ભૂતકાળમાં આજ સુરત ભાજપના કાર્યકર્તા અને પરિવાર શ્રમિકોને વતનમાં પરત જવાની ટીકીટના કાળા બજાર કરતા અને છેતરપિંડી કરતા હોય તેવા વિડીયો વાયરલ થતા હતા. જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રીશ્રી કરતા વધારે વગદાર હોય અને હજારો ઈન્જેકશન લાવી શકતા હોય તો તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફત વિતરણ કરવું જોઈએ.

ઈન્જેકશનોની યોગ્ય જાળવણી અને તાપમાન વગર અપાય તો નુકશાન કરી જાય માટે જ કાયદો છે કે, લાયસન્સ અને ક્વોલીફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ઈન્જેકશન/દવા વેચી કે વહેંચી ન શકાય. જે પાંચ હજાર ઈન્જેકશનની જાહેરાત થયેલ છે તે કોને કોને અપાયા ? તેનો પુરો ડેટા લાભાર્થીની વિગતો સાથે વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. નહીં તો થોડા વિતરણ અને પાછળના બારણેથી જાજા કાળા બજારમાં જવાની સંભાવના રહેશે. અન્ય રાજકીય પક્ષોને આ ઈન્જેકશન ઉપલબ્ધ કરાવે તો તે રાજકીય પક્ષો પણ મફતમાં લોકોને ઈન્જેકશન વિતરણ કરશે.

સમગ્ર ઘટના ભાજપની આંતરિક લડાઈનો નમુનો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રેમડેસિવીર ઈન્જેકશન પુરા પાડી શકતા નથી અને ભાજપના એક નેતા એક શહેર માટે હજારો ઈન્જેકશન મફતમાં આપવા લાવી શકે છે તેવુ પ્રસ્થાપિત કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નિષ્ફળ અને નબળા છે તેવુ સાબિત કરવા માંગે છે તેમ સ્પષ્ટ દેવાય છે. નહીં તો પોતાની જ સરકારને ઈન્જેકશનો અપાવવા જોઈએ અને સરકારી તંત્ર મારફત પતાના આર્થિક યોગદાનથી પારદર્શક રીતે વિતરણ કરાવવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular