Sunday, March 23, 2025
Homeશિક્ષણ માટે શરમજનક / ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે...
Array

શિક્ષણ માટે શરમજનક / ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

- Advertisement -

અમદાવાદ: ગ્રાન્ટેડ કોલેજોની સીટો રદ કરવા મામલે ગુજરાત યુનિવર્સિટી કુલપતિની ચેમ્બરની બહાર NSUIઅને ABVPના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મામલે NSUIના અને ABVPના સેનેટ સભ્યો અને કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં બબાલ: સરકારી ગ્રાન્ટેડ કોલેજોની 960 સીટો રદ કરવા મામલે ગઈકાલે એબીવીપીના નેતાઓ કુલપતિને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા ત્યારે ત્યાં NSUIના ડોક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ કઠવાડિયા અને સુભાન સૈયદ સહિતના કાર્યકરો વચ્ચે એડમિશન કમિટીના વિરોધને લઈ બોલાચાલી થઈ હતી. NSUIઅને ABVPના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને યુનિવર્સિટી પોલીસ અને સિક્યુરિટીની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી કરી હતી. બંને પક્ષોએ સામસામે ગાળાગાળી અને અસભ્ય વર્તન કર્યું હતું. આ ઘટનામાં ABVPના આનંદ પારેખને સામાન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ABVPના સેનેટ સભ્ય કૌશિક જૈન તેમજ કુશ પંડ્યા, નરેશ દેસાઈ, આનંદ પારેખ, રવિ પટેલ અને મૌલિક દેસાઈ સહિતના કાર્યકરોએ પણ NSUIના કાર્યકરોને માર માર્યો હતો.

બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી: આ મામલે દિગ્વિજયસિંહ ગોહિલ, પાર્થિવરાજ, ધવલ પટેલ, હરેશ વાઢેર, પ્રવીણ નકુમ, ઉપેન્દ્રસિંહ જાડેજા, રમેશ ચૌધરી, હસમુખ ચૌધરી, સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ABVPના વિમલ રાઠોડે જ્યારે આનંદ પારેખ, કુશ પંડ્યા, નરેશ દેસાઈ, કૌશિક જૈન, મૌલિક દેસાઈ, ચિંતન ભાવસાર, રવિ પટેલ સહિતના કાર્યકરો સામે NSUIના ગોપાલ મહિડાએ ફરિયાદ નોંધાવી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular