શરમ કરો જાસૂસી નહી મોદી જનતા ના કામ કરો

0
0

હું ૧૦૦ દિવસ માં વિદેશ માં થી કાળું ધન લાવી દઈશ. હું સરકારી તિજોરી પર કોઈ નો પંજો નહિ પડવા દઉં. મારી ગુજરાત ની મારી બહેનો તમને કોઈ તકલીફ પડે તો માત્ર ૦૫૦ પૈસા નો પોસ્ટ કાર્ડ મને લખજો તમારો ભાઈ હજી બેઠો છે. વગેરે વગેરે સેંકડો હજારો અને પળે પળે નવા નવા જુઠ્ઠાણાં ની હારમાળાઓ રચનાર નરેન્દ્ર મોદીએ દેશ પર ૨૦૧૪ થી કબ્જો જમાવી લીધો છે અને આ કબજા ને હવે અજગર ભરડો લઇ લે તેવી રીતે તેમને દેશ ની ૧૩૦ જેટલી જનતા ના તમામ પ્રકાર ના અધિકારો છીનવી લેવા છે તેમને મનમાં એક ડર છે કે મારું કાલે શું થઈ શકે છે તે ડર ને કારણે દેશના તમામ નાગરિકો ને દંડિત કરી રહ્યા છે અને તેમના પર નરેન્દ્ર મોદી નો પોતે જાતે ડર બેસાડી રહ્યા છે. કારણ કે એક ૧ જુઠ્ઠુ છૂપાવવા ૧૦૦૦ વખત જુઠ્ઠુ બોલવું પડે તે સ્ટાઈલ થી દેશ ની અને ગુજરાત ની જનતા ને છેક ૨૦૦૧ મા મુખ્ય મંત્રી બન્યા ત્યાર થી નરેન્દ્ર મોદી ઓન રેકોર્ડ જુઠ્ઠુ બોલ્યા ના તેમના સેંકડો રેકોર્ડર કરેલા વિડિયો વાયરલ પણ થઈ રહ્યા છે.

હવે પોતાની સરકાર ને બચાવવા માટે ઇઝરાયલ ની મદદ થી જાસૂસી કરાવી રહ્યા ની વાત વોટસ એપ કંપની દ્વાર બહાર આવી છે વોટસ એપ કંપની એ મે મહિનામાં ચુંટણી સમયે જ ભારત સરકાર ને જાણકારી આપી દીધી હતી કે વોટસ એપ નો ઉપયોગ કરી ને ઇઝરાયલ ની કંપની એન એસ ઓ દ્વારા કુલ ૧૪૦૦ વ્યક્તિ ની જાસૂસી કરવા મા આવી છે. પણ હંમેશા માટે ખોટું બોલી ને સત્તા હાંસલ કરી અને સરકાર ચલાવી રહેલી ભાજપ અને તેના કયા નેતાઓ ને સાચા કહેવા તે મોટો સવાલ છે. નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર ૨૦૧૪ થી વાતો જ કરી રહી છે. જુઠ્ઠા ભાષણો આપ્યા કરે છે. ગરીબ પરિવાર ના લોકો ભૂખ્યા મરે છે. કરોડો લોકો ની નોકરી છૂટી ગઈ છે. પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા નેતાઓ અને પત્રકારો ની જાસૂસી કરવા ના સમાચાર મળ્યા છે.

ખોટા કામો કરવા ના કારણે જ બન્ને ની જોડી એ દેશ ની જનતા ને હેરાન જ કર્યા છે. પોતાના પરિવાર અને અંગત મિત્રો માટે જ કરોડો અરબો ખરબો રૂપિયા ના સેટિંગ કર્યા છે. મારા મતે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે જનતા ની સેવા ના નામે પોતાના અંગત શોખ માટે મેવા જ ખાધા છે અને જનતા ની હાય લીધી છે જનતા એવી રીતે પસ્તાઈ રહી છે કે અમે આવડી મોટી ભૂલ કરી છે અને દેશ ને ડૂબાડવા મા અમારો મત પણ એટલો જ જવાબદાર છે. ત્યારે હવે દેશ નું શું થશે તે ચિંતા જનતા વ્યક્ત કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here