- Advertisement -
અરવલ્લી જીલ્લામાં બુટલેગરોનો રાફડો ફાટ્યો છે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું દુષણ ફુલ્યું ફાલ્યું છે શામળાજી પોલીસને ભિલોડા તાલુકાના કડવઠ (પહાડીયા) ના સ્થાનિક બુટલેગરે વિદેશી દારૂ
વેચાણ અર્થે ઘરે મોટા પ્રમાણમાં ઠાલવ્યો હોવાની બાતમી મળતા પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે બુટલેગરના ઘરે રેડ પાડી ઢાળીયા માંથી ૩.૮૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રભુદાસ સોમાભાઇ ડોડીયાર નામનો બુટલેગર નાસી છૂટતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી પોલીસે રથયાત્રાના દિવસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું ત્યારે ભિલોડાના કડવઠ (પહાડીયા) ના પ્રભુદાસ સોમાભાઇ ડોડીયાર નામના બુટલેગરે વિદેશી દારૂ વેચાણ અર્થે લાવ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી બુટલેગરના ઘરની બાજુમાં બનાવેલ ઢાળીયા માંથી વિદેશી દારૂ-બિયરની બોટલ નંગ-૧૩૫૬ કીં.રૂ.૩૮૪૦૦૦/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા પ્રભુદાસ સોમાભાઇ ડોડીયાર વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કવાયત હાથધરી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી