શામળાજી : રેલ્વે વિભાગ દ્વારા બનાવેલા અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયું, 300 ઘરોનાં લોકોને હાલાકી

0
5

શામળાજી નજીક આવેલા વાઘપુર ગામથી ગોઢકુલ્લા ગામે જવાનાં રસ્તામાં રેલ્વે વિભાગ દ્વારા બનાવાયેલા અન્ડર પાસમાં પાણીનાં યોગ્ય નિકાલ નહિ હોવાના અભાવે અન્ડર પાસમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગોઢ કુલ્લા ગામનાં 300 ઘરોનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં ગઈ કાલે મોડી સાંજથી સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શામળાજી નજીકનાં વાઘપુરથી ગોઢકુલ્લા ગામે જવાનાં રસ્તામાં રેલ્વે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અન્ડર પાસમાં પાણીનાં યોગ્ય નિકાલ નહિ હોવાના કારણે અન્ડર પાસમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઈ જતા ગોઢ કુલ્લા ગામનાં 300 ઘરોનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

લોકોને હાલ જીવના જોખમે કેડ સમા પાણીમાં ઉતરી જવા મજબુર બનવું પડી રહ્યું છે. જ્યારે વાહનો લઇ જતા લોકોનાં વાહનો પાણીમાં બંધ થઇ જતા હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કાર્ય કરે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે વાઘપુર ગામનાં સરપંચે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આ સમસ્યા માટે રેલ્વે વિભાગને વારંવાર રજુઆતો કરવામાં આવી છે, તેમ છતાં પાણીનાં નિકાલની કોઈ જ વ્યવસ્થા નહી કરવામાં આવતા લોકોને હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે