શંખલપુરમાં બહુચર માતાજીને માઇભક્ત દ્વારા 25 લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો

0
28

યાત્રાધામ શંખલપુર સ્થિત 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીના આધ્યસ્થાનકે એક માઇભક્તે મનોકામના પૂર્ણ થતાં રૂપિયા 25 લાખની કિંમતનો 600 ગ્રામ સોનાનો મુગટ બહુચર માતાજીને અર્પણ કર્યો હતો. કોરોના લોકડાઉન પછી મંદિરો ખુલ્યા બાદ ગુજરાતમાં આ પ્રથમ મોટુ સુવર્ણદાન કહી શકાય છે.

  • શંખલપુર ખાતે માં બહુચરાજી મંદિર માં સોનાનો મુગટ અર્પણ કરાયો
  • 5200 વર્ષ પ્રાચીન આદ્ય સ્થાનકે માઇ ભક્તે અર્પણ કર્યા સોનાનો મુગટ
  • માનતા પુરી થતા 600 ગ્રામ વજનનો સોનાનો મુગટ માતાજીને ભેટ આપ્યો

માતાજીને સોનાનો જે મુગટ અર્પણ કરવામાં આવ્યો છે, તેની અંદાજે કિંમત 25 લાખથી વધુની છે. અહીંયા અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં ભેટ ધરાવતાં હોય છે. તેવું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના 70 સહિત દેશના 820 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા મંજૂરી

કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાત સહિત આખા દેશમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 820 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા મંજૂરી આપી દીધી છે. પરંતુ ગુજરાતની રાણકીવાવ અને સૂર્યમંદિર બંધ રહેશે. જે ખોલવા માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી તેમ પુરાતત્વ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

તમને જણાવીએ કે ગુજરાતના 77 સહિત દેશભરના 820 પ્રાચીન સ્મારકોને 8મી જૂનથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ એવા સ્મારકો છે જે ધાર્મિક સ્થળ છે કે પૂજા સ્થળો છે.