Wednesday, September 29, 2021
Homeઆકાર પ્રહાર : માસૂમ બાળકી સાથે રેપ અને બાદમાં તેની હત્યાની ઘટના...
Array

આકાર પ્રહાર : માસૂમ બાળકી સાથે રેપ અને બાદમાં તેની હત્યાની ઘટના પર રાજનીતિ ગરમાવા માંડી

દિલ્હીના નાંગલ ગામમાં નવ વર્ષની માસૂમ બાળકી સાથે કથિત રેપ અને બાદમાં તેની હત્યાની ઘટના પર રાજનીતિ ગરમાવા માંડી છે.

પીડિત પરિવાર સાથે રાજકીય નેતાઓ મુલાકાત કરી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ પર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દલિત બાળકીના પરિવારને મળવા માટે ગયા હતા. હવે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલ પૂછ્યો છે કે, કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં દલિત દીકરીઓ પરના અત્યાચાર પર કેમ રાહુલ ગાંધી ચૂપ થઈ જાય છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ મૃત બાળકીના માતા પિતાની ઓળખ જાહેર કરીને કાયદાનુ પણ ઉલ્લંઘન કર્યુ છે અને તેના માટે તેમની પર કાર્યવાહી કરવા માટે બાળ અધિકાર સંરક્ષણ આયોગને અપીલ પણ કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી કહે છે કે દલિતની દીકરી પણ હિન્દુસ્તાનની દીકરી છે તો સવાલ એ  છે કે, રાજસ્થાનમાં દલિતની દીકરી હિન્દુસ્તાનની દીકરી કહેવાય કે નહી, પંજાબના હોશિયારપુરમાં ટાડા ગામની દલિતની પુત્રી હિન્દુસ્તાનની દીકરી કહેવાય કે નહી? શું આપણે હવે દલિતો માટે કોના રાજ્યમાં કોની સરકાર છે તે જોઈને અવાજ ઉઠાવીશું?

પાત્રાએ કહ્યુ હતુ કે, કોઈ રાજ્યમાં રેપની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરવી અને બીજા રાજ્યોમાં રેપની ઘટના પર ચૂપ રહેવુ અને તે પણ કયા રાજ્યમાં કોની સરકાર છે તે જોઈને. તો તે પ્રકારનુ વલણ પણ જઘન્ય અપરાધ છે. રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય, છત્તીસગઢમાં હોય.

ભાજપે કહ્યુ હતુ કે, રેપના મામલામાં રાજસ્થાન ટોપ પર છે. છ મહિનામાં રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં 30 ટકાનો વધારો થયો છે અને ગહેલોટ સરકારે વિધાનસભામાં કહ્યુ હતુ કે, દલિત મહિલાઓ રેપના ખોટા કેસ કરે છે એટલે રેપના આંકડા વધી ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments