સોશિયલ મીડિયામાં 37 વર્ષ મોટા ભજન ગાયક અનુપ જલોટા સાથે લગ્નની તસવીર શૅર કરી, કેપ્શન ના હોવાથી યુઝર્સ કન્ફ્યૂઝ

0
0

‘બિગ બોસ 12’માં સ્પર્ધક તરીકે જોવા મળેલી જસલીન મથારુએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તથા ભજન ગાયક અનુપ જલોટાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં જસલીન દુલ્હન તરીકે જોવા મળે છે અને અનુપ જલોટા વરરાજા બનેલા દેખાય છે. તસવીરની સાથે જસલીને અનુપ જલોટાને ટેગ કર્યા છે. જોકે, આ તસવીરને કોઈ કેપ્શન આપ્યું નથી. આ જ કારણે મોટાભાગના યુઝર્સ માની રહ્યા છે કે જસલીન-અનુપે લગ્ન કરી લીધાં છે.

https://www.instagram.com/p/CGFejgFMQzn/?utm_source=ig_embed

સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ કરી

જસલીન તથા અનુપની તસવીર જોયા બાદ એક યુઝરે કહ્યું હતું, ‘યાર સાચે જ છોકરાઓ મહેનત કરો, પૈસા કમાઓ… પછી જ આવું ફળ મળશે. આજકાલ પૈસા જ બધું છે. ઉંમર અને ચહેરો કોઈ જોતું નથી.’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘અમને તો કોઈ મળતું નથી અને દાદાજી લોકોને તો જુઓ શું મળી ગયું.’ અન્ય એક કમેન્ટ કરી હતી, ‘મારી જોડે લગ્ન કરી લીધાં હોત તો સારું થાત.’

તસવીર હકીકત આ છે

જસલીન તથા અનુપે લગ્ન કર્યાં નથી પરંતુ આ તસવીર તેમની અપકમિંગ હિંદી ફિલ્મ ‘વો મેરી સ્ટૂડન્ટ’ના સેટની છે. આ ફિલ્મને જસલીનના પિતા કેસર મથારુ ડિરેક્ટ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં આ ફિલ્મનું પોસ્ટર જસલીને શૅર કર્યું હતું અને શૂટિંગ શરૂ થયું હોવાનું કહ્યું હતું. તેણે કેપ્શનમાં કહ્યું હતું, ‘હેલ્લો, ફાઇનલી ચલો કામ શરૂ. અનુપ જલોટાની સાથે મારી અપકમિંગ ફિલ્મ ‘વો મેરી સ્ટૂડન્ટ’ માટે શૂટિંગ.’

https://www.instagram.com/p/CGBr31Ts1Jf/?utm_source=ig_embed

‘બિગ બોસ 12’ દરમિયાન જસલીન ચર્ચામાં આવી હતી

‘બિગ બોસ 12’ના ઘરમાં જસલીન પોતાનાથી 37 વર્ષ મોટા અનુપ જલોટા સાથે ઘરની અંદર ગઈ હતી. તે સમયે બંનેએ દાવો કર્યો હતો કે તેઓ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જોકે, ઘરની બહાર આવ્યા બાદ બંનેએ રિલેશનશિપમાં હોવાની વાત નકારી કાઢી હતી.

અનુપે જલોટાએ કહ્યું હતું, હું જસલીનનું કન્યાદાન કરીશ

પાંચ વર્ષ પહેલા જસલીને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં જસલીન લગ્ન ચૂડા તથા સિંદુર સાથે જોવા મળી હતી. એ સમયે એવી ચર્ચા થવા લાગી હતી કે જસલીન-અનુપ જલોટાએ લગ્ન કરી લીધા છે. જોકે, અનુપ જલોટાએ આ વાતનું ખંડન કર્યું હતું.

https://www.instagram.com/p/B_hyk6oHqVV/?utm_source=ig_embed

એક ઈન્ટરવ્યૂમાં જલોટાએ કહ્યું હતું, ‘ફરીથી અફવા. જસલીન સાથે મારાં લગ્ન એ સમાચાર મારા માટે પણ એક સમાચાર છે. હું અને તેના પિતા સાથે મળીને તેના માટે યોગ્ય વર શોધી રહ્યાં છીએ. મેં તેના માટે કેનેડામાં રહેતા એક પંજાબી યુવકનું માગું નાખ્યું છે. જોકે, હજી સુધી કંઈ જ નક્કી નથી. તે મારા માટે દીકરી જેવી છે અને તેનું કન્યાદાન હું જ કરીશ. મેં ‘બિગ બોસ’માંથી બહાર આવ્યા બાદ આ વાત કરી હતી અને આજે પણ હું તે વાત પર કાયમ છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here