શેરબજાર : આજે ફરીથી વધારા સાથે ખુલ્યું માર્કેટ : લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે સેન્સેક્સ-નિફ્ટી

0
10

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 212.75 પોઇન્ટ (0.50 ટકા) ઉપર 42810.18 ના સ્તર પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 66.10 પોઇન્ટ (0.53 ટકા)ની મજબૂતી સાથે 12527.15 પર ખુલ્યો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે એચસીએલ ટેક, શ્રી સિમેન્ટ, એક્સિસ બેંક, સિપ્લા અને ટેક મહિન્દ્રા વધારા સાથે શરૂ થયા. તો ઇન્ફોસીસ, ડોક્ટર રેડ્ડી અને ડિવીસ લેબના શેર લાલ નિશાન પર ખુલ્યાં.

જો તમે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર નાખો તો આજે ફાર્મા અને આઈટી સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર ખુલ્યા છે. આમાં બેંકો, ફાઇનાન્સ સેવાઓ, ખાનગી બેંકો, ધાતુઓ, રિયલ્ટી, પીએસયુ બેંકો, મીડિયા, એફએમસીજી અને ઓટોનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here