શેરબજાર : સેન્સેક્સ 45 અંક વધ્યો, નિફ્ટીએ 10100ની સપાટી વટાવી; સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

0
6
  • સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા
  • ટાઈટન કંપની, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી, રિલાયન્સના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેક્સ 45.49 અંક વધીને 34416.07 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 9.2 અંક વધી 10176.65 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ટાટા સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. સન ફાર્મા 3.30 ટકા વધી 505.10 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 2.14 ટકા વધી 1669.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાઈટન કંપની, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 1.91 ટકા ઘટીને 1,000.00 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી બેન્ક 0.89 ટકા ઘટીને 1,006.45 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here