શેરબજાર : સેન્સેક્સ 531 અંક વધ્યો, નિફ્ટીએ 10290ની સપાટી વટાવી; ટાઈટન કંપની, એક્સિસ બેન્કના શેર વધ્યા

0
0
  • ઈન્ડસઈન્ડ બેન્ક, ટાઈટન કંપની, એક્સિસ બેન્ક, એસબીઆઈના શેર વધ્યા
  • ભારતી એરટેલ, સન ફાર્માના શેર ઘટ્યા

 

મુંબઈ. ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 531 અંક વધી 34,818 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 151 અંક વધી 10293 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાઈટન કંપની, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 6.85 ટકા વધી 451.50 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 5.55 ટકા વધી 1046.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, ભારતી એરટેલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 1.62 ટકા ઘટી 486.15 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 0.56 ટકા ઘટી 581.60 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here