શેરબજાર : સેન્સેક્સ 242 અંક વધ્યો, નિફ્ટી 9972 પર બંધ; એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

0
5

મુંબઈ. સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારો વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 242 અંક વધીને 33780 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70 અંક વધીને 9972 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, રિલાયન્સ અને ટાઈટન કંપનીના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 7.22 ટકા વધીને 508.70 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 4.78 ટકા વધીને 2448.95 પર બંધ રહ્યો હતો. જોકે ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ અને કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી 3.39 ટકા ઘટીને 83.95 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.91 ટકા ઘટી 555.10 પર બંધ રહ્યો હતો.

વિશ્વભરના બજારોમાં ઘટાડો રહ્યો

ગુરુવારે વિશ્વભરના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 6.90 ટકા ઘટીને 1,861.82 અંક ઘટી 25128.20 પર બંધ થયું હતું. અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 5.27 ટકા ઘટાડા સાથે 527.62 અંક ઘટીને 9,492.73 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 5.89 ટકા ઘટાડા સાથે 188.04 અંક ઘટી 3,002.10 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.33 ટકા ઘટાડા સાથે 9.59 અંક ઘટી 2,911.31 પર બંધ થયો હતો. બીજી તરફ જર્મની, ફ્રાન્સના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here