શેરબજાર : સેન્સેક્સ 35 અંક ઘટ્યો, નિફ્ટી 10150ની નીચે; સન ફાર્મા, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

0
6
  • ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, નેસ્લે, એક્સિસ બેન્કના શેર વધ્યા
  • સન ફાર્મા, ટાઈટન કંપની, ટીસીએસ, એનટીપીસીના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારનું આજે ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 35 અંક ઘટીને 34211 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 11.05 અંક ઘટીને 10105 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, નેસ્લે, એક્સિસ બેન્ક અને એસબીઆઈ સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક 6.09 ટકા વધી 531.20 પર કારોબાર કરી રહ્યો છે. હીરો મોટોકોર્પ 1.97 ટકા વધી 2337.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, ટાઈટન કંપની, ટીસીએસ, એનટીપીસી અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 1.50 ટકા ઘટી 491.65 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 1.31 ટકા ઘટી 964.70 પર કારોબાર કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here