કોઈ પણ કંપની કઈ નવી વસ્તુઓ માર્કેટમાં લઈને આવે ત્યારે તેના પ્રમોશન માટે પણ અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે. કેટલીક આમાં સફળ થાય છે તો કેટલીકને ઘોર નિરાશાનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ જ્યાં તમને આ તમામ વાતોની તાત્કાલીક માહિતી મળી જાય છે. થોડા સમય પહેલા Xiaomi કંપનીની ખુબજ મજાક ઉડી કેમકે તેણે જે પોતાના મીમોજી લોન્ચ કર્યા તેમાં એપલ કંપનીની કોપી કરી હોય તેવુ લાગતા કંપની પર આ વાતને લઈને પસ્તાળ પડી હતી.
કોઈ પણ વસ્તુઓને ક્રીએટ કરવામાં ખુબજ મહેનત પડતી હોય છે જ્યારે આવુ કંઈ થાય ત્યારે કંપનીની નિંદા કે ટીકા થાય તે સ્વાભાવિક છે. વાત જાણે એમ છે કે Xiaomiએ પોતાના 3D Mimojiને લોન્ચ કર્યા હતા. Xiaomiના આ Mimoji એપલના Memoji સાથે ખુબજ મળતા આવતા હોવાથી તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ વાત હાલ ખુબજ ચર્ચામાં છે કે શાઓમીએ Mimoji લોન્ચ કર્યા તે એપલની કોપી છે. જો કે કંપનીએ વાતને નકારી હતી કે તેણે આવી કોઈ કોપી કરી નથી.
હજુતો Mimoji કોપી કર્યાની ચર્ચા ગરમાગરમ હતી ત્યાંજ કંપની પર એક બીજો આરોપ લાગ્યો છે કે કંપનીએ હાલમાં લોન્ચ કરેલ Mi CC9 પ્રોડક્ટ પેજ પર એપલે Mimoji અને એપલ મ્યૂઝિક જોવા મળ્યુ છે. એપલની આ જાહેરાત સૌથી પહેલાં વીબોના એક યૂઝરે ચીનની પ્રમુખ ઈ-કોમર્સ વેબસાઈટ JD.com અને Suning પર જોયુ હતુ. અહીં Mi CC9 હેન્ડસેટના પેજ પર એપલની એડ હતી. અહીં બંને વેબસાઈટ પર Memojiના નામ પર એપલ મ્યુઝિક એડ લાગેલી હતી જેમાં મ્યૂઝિકલ આર્ટિસ્ટ ખાલિદના AR વર્જનને ફીચર કરવામાં આવ્યુ છે.
આ મામલે કંપનીના પબ્લિક રિલેશન જનરલ મેનેજરનું કહેવુ છે કે આ જાહેરાતવાળાની ભૂલ છે તેમણે વેબસાઈટ પર પણ કમેન્ટ લખીને આ મામલે સ્પષ્ટતા કરી કહ્યુ કે આમાં કંપનમીનો કોઈ વાંક ન કાઢી શકાય. ભૂલથી ખોટું કન્ટેન્ટ અપલોડ કરી દીધુ છે.
શાઓમીએ હાલમાં જ Mi CC9 સ્માર્ટફોનની સાથે પોતાના Memojiને લોન્ચ કરી દીધા છે. સ્નેપડ્રેગન 710 પ્રોસેસર સાથે આ ફોનમાં 6.4 ઇંચ ફુલ એચડી AMOLED ડિસ્પ્લે આપવામાં આવેલ છે. ટ્રિપર રિયર કેમેરાવાળા આ ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર સાથે એક 8 મેગાપિક્સલ અને એક 2 મેગાપિક્સલ છે.